Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જૂનાગઢમાં લોકો સાથે કોર્પોરેટરના ગેરવર્તનના ઘેરા પડઘા સ્થાનિકો દ્વારા મધુરમ બાયપાસ રોડ ચક્કાજામ કરાયો

રસ્તા,પાણી અને ગટર પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા લોકોને ઓફિસની બહાર કાઢી મુક્યા

જૂનાગઢ : જૂનાગઢના નગરસેવકે સ્થાનિકો સાથે ગેરવર્તનના ઘેરા પડઘા પડ્યા છે મધુરમ વિસ્તારમાં આવેલ અશોકનગર- અને અશોકનગર- ના રહેવાસીઓ દ્વારા જૂનાગઢ વેરાવળ બાયપાસ રોડને ચક્કાજામ કરાયો હતો

  અંગે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારો વિસ્તાર જ્યારથી બન્યો ત્યારથી આજ સુધી રોડ રસ્તા , પાણી , ગટરની કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવેલ નથી અંગે અવાર નવાર સ્થાનિક કોર્પોરેટરને તેમજ મહાનગરપાલિકાના અધિકારી સહિતનાઓને રજુઆત કરવામાં આવેલ છતાં અમારી સોસાયટીની પ્રાથમિક સુવિધાના કામો થતા નથી હાલ અમારી સોસાયટીમાં ગંદકીને કારણે અમારા વિસ્તારના બાળકો બીમાર થઈ રહ્યા છે તેમજ ગર્ભવતી મહિલાઓને દવાખાને લઈ જવામાં તકલીફ પડતી હોય તે માટે  સ્થાનિકો દ્વારા વોર્ડનં-૧૩ ના કોર્પોરેટર ધર્મેશભાઈ ડાંગરને રજુઆત કરવા તેમની ઓફિસે ગયા ત્યારે કોર્પોરેટર ધર્મેશભાઈ ડાંગર દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તમારી સોસાયટીના કામો નહિ થાય જે કરવું હોય તે કરી લો અને તકલીફ પડતી હોય તો અહીંયા ના રહેવાય અને રાયજીબાગ જેવી સોસાયટીઓમાં રહેવા જતું રહેવાય એવું કહીને ઓફિસની બહાર કાઢી મુક્યા હતા.જેથી  સાંજના મધુરમ બાયપાસ રોડ સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને એક કલાક સુધી ટ્રાફિકજામ રહ્યા બાદ પોલીસ આવી ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો.

(12:22 am IST)