Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વાંકાનેરમાં સગીરાને બેભાન કરીને બળાત્કાર ગુજારનાર દુકાનદાર વસીમ કાજીની ધરપકડ

દુકાનદારની પત્નીએ સગીરાને મારમારી બેફામ ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

વાંકાનેર: શહેરની મેઈન બજારમાં ડ્રેસીસની દુકાનમાં કામ કરવા માટે જતી સગીરાને દુકાનદારે જ હવસનો શિકાર બનાવી હતી ભોગ બનેલ સગીરાના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે દુકાનદારની ધરપકડ કરી છે

 આ અંગેની વિગત મુજબ વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારની અંદર રહેતા સંધિ પરિવારની સગીર વયની દીકરી વાંકાનેરની મેઇન બજારમાં આવેલ ડ્રેસીસની દુકાનમાં કામ કરવા માટે જતી હતી દરમ્યાન દુકાનદારે તેને ફોન કરીને દુકાને બોલાવી હતી અને બાદમાં સગીરાને બેભાન થઈ જાય તેવું પ્રવાહી દુકાનદારે પીવડાવીને સગીરાની સાથે દુષ્કર્મ આચર્યું હતુ અને દુકાનદારની પત્નીએ સગીરાને મારમારીને બેફામ ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કરીને દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં વાંકાનેરની સલોત શેરીમાં રહેતા અને ઉપરોકત ફરીયાદમાં આરોપી એવા વસીમ અબ્દુલ ગફારભાઈ કાજીની ધરપકડ કરેલી છે.

(8:27 pm IST)