Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ધ્રાંગધ્રા સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગઃ ર મોબાઇલ-૨ છરી જપ્ત

વઢવાણ તા.૧૮: ધ્રાંગધ્રા સબજેલમાં આજે સાંજે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરતા તમામ બેરેકની છાનવીન કરાઇ હતી જેમાં બેરેક નંબર ૧ થી ચારની તપાસ કરતા એક બેરેકમાંથી કાચાકામના કેદીઓના કબ્જામાંથી બે મોબાઇલ તથા બે છરી મળી આવી હચી. પોલીસને જેલમા છરી જેવા તિક્ષણ હથીયાર મળી આ તા અવાચકતા લાગી હતી.

ત્યારે હાલ પોલીસ દ્વારા બંન્ને મોબાઇલ સાથે સિમકાર્ડ અને બે છરીને કબ્જે લઇ કબ્જેદાર જુશબ ઇશાભાઇ મિયાણા, ઇકબાલ ગુલાબભાઇ જામ તથા દાઉદભાઇ ગુલાબભાઇ જામ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સબજેલમાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ રાખવા બદલ ગુન્હો દાખલ કરાયો છે.

વારંવાર સબજેલના ચેકીંગમા પ્રતિબંધિત ચીજવસ્તુઓ હાથ લાગતા સવાલ હવે તે ઉભો  થાય છે કે છરી અને દારૂ જેવી ચીજવસ્તુઓ કેદીઓના બેરેક સુધી કેમ પહોચી જાય છે

(1:23 pm IST)