Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સુરેન્દ્રનગરના વણા ગામની સીમમાંથી ૪ લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત

વઢવાણ તા. ૧૮ : પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા અને ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.ની સુચનાએ એલ.સી.બી.ટીમ દ્વારા પ્રોહી અંગે પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મળેલ કે વણા ગામની પશ્ચિમે ધણાદ ગામ તરફ જવાના રસ્તે વણાગામની રબારીયા નામે ઓળખાતી સીમ વિસ્તારમાં રાજદીપસિંહ બલભદ્રસિંહ ઉર્ફે ભદુભા રાણા રહે.વણા તા.લખતર વાળાએ પોતાના કબજા ભોગવટા વાળા ખેતરની ઓરડીમાં ગે.કા.ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખેલ છે.

એલ.સી.બી.ટીમ દ્વારા રેઇડ કરતા આરોપી રાજદીપસિંહ બલભદ્રસિંહ ઉર્ફે ભદુભા રાણા રહે.વાણા તા.લખતર વાળાની કબજા ભોગવટા વાળા ખેતરની ઓરડીમાંથી ગેકા.ભારતીય બનાવટનો પરપ્રાતિય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી બોટલો નંગ ૮૮પ કી. રૂ.ર,૬પ,પ૦૦  તથા નાની બોટલો (ચપ્લા) નંગ ૧૩પ૪ કી. રૂ.૧,૩પ,૪૦૦ મળી કુલ રૂ. ૪,૦૦,૯૦૦ નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર ઇસમ વિરૂદ્ધ પ્રોહી. ધારા મજબ લખતર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એલ.સી.બી.પો.ઇન્સ ડી.એમ.ઢોલની સુચના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના પો.સબ ઇન્સ.શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દીલાવરસિંહ તથા વાજસુરભાઇ લાભુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા હીતેશભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા દિલીપભાઇ ભુપતભાઇ તથા ચમનભાઇ જશરાજભાઇએ તેની ટીમ દ્વારા પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોંધ કાઢેલ છે.

(1:23 pm IST)