Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમરેલી જીલ્લાના મંદિરો-દુકાનોમાં ચોરી કરતી ગેંગના ૪ ઝડપાયા : ૧૦થી વધુ ચોરીનો ભેદ ઉકેલાયો

અમરેલી, તા. ૧૮ : અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પૂરેપૂરો મુદામાલ રીકવર કરી મૂળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી ડી.કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી ઘરફોડ ચોરીઓ અને વાહન ચોરીઓ કરનાર ગેંગના સભ્યોને બાબરા-કરીયાણા રોડ ઉપર આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી ઝડપી લઇ ચોરીઓમાં ગયેલ વાહન, રોકડ રકમ, સાડી, ધુપેલીયુ તથા મોબાઇલ ફોન સહિતનો મુદામાલ રીકવર કરી અમરેલી જીલ્લા તથા રાજકોટ જીલ્લાઓમાં થયેલ દસથી વધારે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

પોલીસે કાળુ ઉર્ફે કાળીયો વેરશીભાઇ વાઘેલા ઉ.વ.૪૦ રહે. હાલ અમરેલી, સાવરકુંડલા બાયપાસ ફાટક પાસે, મફતપરા, મૂળ ટીંબા અમરેલી બાબરા રોડની બાજુમાં તા.જી. સુરેન્દ્રનગર, ભયકુ ઉર્ફે દહલો ઉર્ફે ટુમ્મો બચુભાઇ ચારોલીયા ઉ.વ.ર૭, રહે. હાલ રાજકોટ, કણકોટ ગામના પાટીયા, તા.જી.રાજકોટ મૂળ કાળાસર ગામ, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર, લાલજી ઉર્ફે લાલો ઉર્ફે રાહુલ ઉર્ફે ભામલો ભુપતભાઇ પરમાર ઉ.વ.ર૪, રહે. મોણપુર, તા.જી. અમરેલી, સંજય ઉર્ફે સંજલો ઉર્ફે દિપક બીજલભાઇ પરમાર, ઉ.વ.૧૯, રહે. હાલ રાજકોટ, કણકોટ ગામના પાટીયા પાસે તા.જી. રાજકોટ, મુળ મોણપુર તા.જી.અમરેલીની ધરપકડ કરી છે.

ઉપરોકત આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહી જુદા જુદા ગામોમાં દુકાનો તથા મંદિરોની રેકી કરી, મધ્ય-રાત્રિ દરમ્યાન આ ટોળકી એકસંપ કરી, રોકડ રકમ તથા કિંમતી સોનાચાંદીના દાગીનાઓની ચોરી કરી મકાન-દુકાન બહાર પડેલ મોટર સાઇકલોની ઉઠાંતરી કરી ચોરીના ગુન્હાઓને અંજામ આપતા હતાં

આ શખ્સોએ બાબરાના ધરાઇમાં શ્રી ગીરીરાજજીની હવેલી રાજકોટના ત્રંબામાં દુકાનમાં ચોરી, બાબરાના લુણકીના રામાપીરના મંદિરમાં ચોરી સહિત ૧૦ જેટલી ચોરીનો ભેદ ઉકેલાયો છે.

(1:22 pm IST)