Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જામનગરના લોકોએ પૂ.મોરારીબાપુની રામકથાને ખભેખભા મિલાવી કપરી સ્થિતીને ધ્યાને લીધા વગર વધાવી લીધી

જામનગર, તા.૧૮:ઙ્ગછોટી કાશી ના બિરુદ ને અનુરૂપ જામનગર ખાતે યોજાય ગયેલ જામનગર વાસીઓ આયોજિત પોતાની એવી પૂ,મોરારિબાપુ ની રામ કથા ને સફળતા પૂર્વક પાર પાડી હતી અને કથા સમિતિને કોઈ વાત ની કમી રહેવા દીધી નહતી,રામ કથા સમિતિ ના જણાવ્યા મુજબ કથામા દરરોજ શહેર અને જીલ્લાના ગામડાઓમાથી સેંકડો ભકતોએ કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને તે પણ પ્રસાદનો બગાડ ન થાય તેની કાળજી સાથે,પોતાની જ કથા માની જામનગરના આજુબાજુ ના એસી ગામના લોકો શહેરના સમાજ ના લોકો એ કથાની તમામ જવાબદારી સુપેરે નિભાવી તન અને મનથી ખુબજ સહકાર આપેલ હતો ,વાતાવરણ અને ભારે વરસાદ જેવી દુર્ગમ પરિસ્થિતિને તમામ લોકો એ પાર પાડવા માં ખુબજ અગત્યની ભૂમિકા ભજવી હતી તેનો સ્વીકાર કરી સો નો આભાર વ્યકત કરવા મા આવેલ. રામભકતઙ્ગશ્રીહનુમાનજી ભગવાનના આશીર્વાદ તો આપણી સાથે હતાજ,પૂ,બાપુએ પણ કહિયુંકે આવા સત્કાર્યો અસ્તિત્વજ પૂરા કરે જેનો આપણેસોં એ અનુભવ કરિયો. રામકથા દરમિયાન તમામ સ્તરે રહેલા લોકો જેમાં રંક થી રાજા સુધીના તમામ લોકો પ્રભુસેવામાં એક અદના કાર્યકર તરીકે ફરજ બજાવી અને એક તબક્કે કાર્ય પૂરું થશે કે કેમ ? તે ચિંતામાથી સોં ના શહિયારા પ્રયાસો ને કારણે આપણે પાર ઉતરિયા અને આટલી મોટી સંખ્યામાં રામ ભકતો એ નિર્વિઘ્ને કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લીધો એ આપણા જામનગર વાસિયોનો સર્વાંગી શહયોગનુ સફળ પરિણામ મળ્યું, અને તેમાં પ્રેસ અને મીડિયાએ સુંદર રીતે કથાને લોકો સુધી પહોંચાડી સોના મા સુગંધ મળે તેવું કાર્ય કોઈજ અપેક્ષા વગર કર્યું તેનો પણ સ્વીકાર કરવોજ પડે,અને આમ નામી અનામી અનેક લોકોના શહિયરા પ્રયાસો થી કથા કાર્ય વિના વિઘ્ને પાર પડ્યું, તેનો જામનગર રામકથા સમિતિ જાહેરમાં સ્વીકાર કરી સો રામ હનુમાન ભકતો નો આભાર માને છે.

સ્નેહી શ્રી,ઙ્ગઆપનો આજ સુધી કથા મા ખુબજ સહકાર મળ્યો છે,એ બદલ જામનગર રામકથા સમિતિએ આભાર માન્યો છે.

(1:20 pm IST)