Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જામનગરમાં એચ.જે.લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ

જામનગર : હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણની જાગૃતિના ભાગરૂપે ભારતના વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ રહી છે. જામનગરના ગોૈરવપથ માર્ગ પર મોદીના ૬૭માં જન્મદિવસ નિમીતે પ્રથમ વખત ૬૭ વૃક્ષોનેં સંતો મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને તેનું જતન કરવામાં આવી રહયું છે. સાથોસાથ પ્રતિવર્ષ મોદીના પ્રત્યેક જન્મ દિવસે એક એક વૃક્ષનો વધારો કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે વધુ એક વૃક્ષનું ટ્રસ્ટી જીતુભાઇ લાલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

મોદીના જન્મદિવસે તા.૧૭/૯/૨૦૧૯ના દિવસે જામનગરના ગોૈરવપથ માર્ગ પર ૬૭ લીમડા, પીપળા, સહીતના રોપાઓ વાવવામાં આવ્યા હતા, અને તેના પર ટ્રી ગાર્ડ મુકવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી આજે મોદીના ૭૦માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નવા એક રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ત્યારે ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયેલા ઝાડ પૈકી કેટલાક ઝાડ આઠથી દશ ફુટની ઉંચાઇ સુધી પહોંચી ગયા છે. આમ વડાપ્રધાનના જન્મદિવસે વૃક્ષારોપણ અને તેનું જતન કરવાની જવાબદારી સ્વીકારીને જામનગરને અનોખી ભેટ આપી છે.

(1:20 pm IST)