Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મજેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળી આધુનિક એમ્બ્યુલન્સ વાનની સુવિધા

જૂનાગઢ, તા.૧૭:  જૂનાગઢ તાલુકાનાં મજેવડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ અન્ન અને નાગરિક પૂરવઠા તથા ગ્રાહકોની બાબતોનાં કેબીનેટ મંત્રી તથા જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં યોજાયો હતો.  આ તકે રાજેશભાઇ ચુડાસમા, ભીખાભાઇ જોશી તથા નટુભાઇ ઢોલરીયા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભીખાભાઇ ગજેરા, જિલ્લા પંચાયત કારોબારી સમીતિનાં ચેરમેન લાલજીભાઇ ડોબરીયા, જિલ્લા વીકાસ અધિકારી પ્રવિણ ચૈાધરી, આસી. કલેકટર અક્ષય બુદાણીયા, જનકભાઇ ગજેરા, સરપંચશ્રી મહેન્દ્રભાઇ ઢોલરીયા, હર્ષદ ફળદુ, કાન્તીભાઇ ગજેરા,આર.સી.એચ. અધિકારી  ડો. હારૂન ભાયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચીરાગ મહેતા,પ્રોગ્રામ ઓફીસર શારદા દેસાઇ,  મેલેરીયા અધિકારી હરસુખ રાદડીયા, લાખાભાઇ પરમાર,ગાંડુભાઇ ઠેશીયા, કિશોરભાઇ ચોથાણી, સહિત જિલ્લા અને તાલુકા પંચાયતનાં હોદેદારો, અગ્રણીઓ  અને વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં સવારનાં ભાગે મેલેરીયા વિભાગ દ્વારા ગામ અને મજેવડી પી.એસ.સી. તાબાનાં ગામોમાં મેલેરીયા નિવારણ પ્રવૃતિઓ હાથ ધરવામા આવી હતી. મંત્રીશ્રી અને મહાનુભાવોનાં હસ્તે દયાબેન, નિશાબેન, લક્ષ્મીબેન રીધીબેન અને મનીષાબેનને દવાયુકત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

(1:14 pm IST)