Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમદાવાદના યુવાનને દુષ્કર્મની ફરીયાદની ધમકી આપી ડેબીટ કાર્ડ-રોકડ લુંટી લીધી

જુનાગઢ પોલીસમાં યુવતી સહીત ત્રણ સામે ફરીયાદ

જુનાગઢ, તા., ૧૮: અમદાવાદના યુવાનને દુષ્કર્મની ફરીયાદની ધમકી આપી જુનાગઢમાં એક યુવતી અને અન્ય બે શખ્સોએ ડેબીટ કાર્ડ અને રોકડ લુંટી લીધી હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા  પટેલ પંકજ વલ્લભભાઇ પાનસુરીયા (ઉ.વ.૪ર) નામના યુવાનને બે માસ અગાઉ કાજલ પટેલ નામની યુવતી સાથે ફેસબુક ઉપર સંપર્ક થયેલ.

આ પછી ગત તા.૧૬-૯ના કાજલે પંકજને જુનાગઢમાં બોલાવી સરદાર પરામાં આવેલ એક એપાર્ટમેન્ટના ત્રીજા માળના ફલેટમાં કાજલે પંકજ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

 આ દરમ્યાન બે અજાણ્યા શખ્સો આવી અને પટેલ યુવાન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. બાદમાં રૂ. બે લાખની માંગણી કરી બળાત્કારની ખોટી ફરીયાદ કરવાની ધમકી આપી હતી.

આ શખ્સોએ પટેલ યુવક પાસેથી રૂ. ૧ર૦૦ની રોકડની અને બેંક ઓફ બરોડાના ડેબીટ કાર્ડની લુંટ ચલાવી તેને છોડી મુકયો હતો.

આ અંગે પંકજ પાનસુરીયાએ બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ વી.કે.ડાકીએ કાજલ પટેલ અને તેના મળતીયાઓની શોધખોળ હાથ ધરી હતી.

(1:13 pm IST)