Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જુનાગઢ લાયન્સ કલબ દ્વારા ચીત્ર તથા સામાન્ય જ્ઞાનની સ્પર્ધા યોજાઇ

જુનાગઢઃ લાયન્સ કલબ  રુદ્રાક્ષ દ્વારા વિદ્યાર્થીઓ માં રહેલ આંતરિક શકિતને ખીલવવા માટે ચિત્ર સ્પર્ધા અને જનરલ નોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જિલ્લાની સ્કૂલોમાંથી ૩૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હત. જનરલ નોલેજ સ્પર્ધાના વિદ્યાર્થીઓને સામાજિક અને રાજકીય નોલેજ મળે એ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા ચિત્ર સ્પર્ધામાં પણ દેશભકિત અને પર્યાવરણને અનુસંધાને ચિત્ર દોરવાના હતા દાતારેશ્વર ઇન્વેસ્ટમેન્ટ નો સહયોગ આ સ્પર્ધામાં લાયન્સ કલબ જુનાગઢ રુદ્રાક્ષ ને મળેલ ૨૫ , ૫૦ અને ૭૫ સભ્યસંખ્યા હરીફાઈ માં આપનાર દરેક સ્કૂલને પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આપવામાં આવશે આ સાથે દરેક સ્કૂલને પણ શીલ્ડ એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ ચેરમેન લાયન અશ્વિનભાઈ ઉસદડ લાયન પારસ પાનસુરીયા પ્રમુખ લાયન જીગ્નેશ પોલરા અને સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

(1:12 pm IST)