Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સુરજબારી ચેકપોસ્ટ નજીક પદયાત્રીકો માટે ભગીરથ સેવાયજ્ઞઃ મહાપ્રસાદ- આરામની વ્યવસ્થા

જયશ્રી આશાપુરા મિત્ર મંડળ (શ્રી ભગવતી ગ્રુપ) દ્વારા

રાજકોટઃ તા.૧૮, નવરાત્રી મહોત્સવમાં માતાના મઢે (કચ્છ) સાક્ષાત ર્માં આશાપુરાના દર્શન કરવા હજારો ભાવિકો અધીરા બને છે. નવરાત્રી પૂર્વે જ હજારો શ્રધ્ધાળુઓ તમામ પડકાર ઝીલીને સેંકડો કિલોમીટરની પદયાત્રા કરી માતાના મઢે (કચ્છ) પહોંચે છે. તો આ પદયાત્રિઓની સેવા પણ એક અનેરો અવસર છે. જેઓનો વિદાયમાન તેમજ બાવન ગજની ધજાનો કાર્યક્રમ તા.૨૧ શનિવાર સવારે ૮ કલાકે જયશ્રી આશાપુરા પગપાળા યાત્રા સંઘના પદયાત્રિકોને ૧૧, પ્રહલાદ પ્લોટ, પેલેસ રોડ, રાજકોટ ખાતે ફુલહારથી સુસ્વાગતમ કરી બાવન ગજની ધજા લહેરાવવામાં આવશે  તેમજ ચા - પાણી-નાસ્તો કરાવી જયશ્રી આશાપુરા મિત્ર મંડળ (શ્રી ભગવતી ગ્રુપ) શુભેચ્છાઓ આપી પદયાત્રીકોને વિદાયમાન આપશે.

સુરજબારી ચેકપોસ્ટ પાસે, સુરજબારી ચેકપોસ્ટ પાસે, સુરજબારી રેલ્વે સ્ટેશન સામે મહાપ્રસાદ નિષ્ણાતો દ્વારા પગમાં પડેલા ફોલ્લાની સારવાર, પગે મસાજ, તેમજ નાની બીમારીઓની પ્રાથમીક સારવાર પદયાત્રીકો માટે ઉપલબ્ધ કરવામાં આવે છે. પદયાત્રીકોને સુવા -બેસવા-આરામ માટે અલગથી વિશાળ સમીયાણાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ઉપરોકત સેવાકાર્ય તા.૨૨/૨૩ રવિવાર અને સોમવાર આ બે દિવસ જયશ્રી આશાપુરા મિત્ર મંડળ (શ્રીભગવતી ગ્રુપ) સ્વયંસેવકો સુરજબારી ચેકપોસ્ટ પાસે બધાજ પદયાત્રીકોને પ્રસાદ જમાડવા તેમજ તેમની સેવા કરવાનું ભગીરથ સેવાયજ્ઞ કાર્ય હાથ ધરેલ છે.આયોજનમાં સર્વશ્રી નીતીનભાઇ મેવાડા (મો.૯૮૨૫૬ ૭૯૭૯૭), નિરજ ચાવડા મો.૯૮૭૮૯ ૬૧૫૧૫, સિધ્ધરાજસિંહ જાડેજા મો. ૯૯૦૯૪ ૪૫૧૪૯ જોડાયા છે.

(11:57 am IST)