Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

નરેન્દ્રભાઇના કાર્યોની કદરદાનીનો ઉજાસ પ૭૭ મીણબત્તી દ્વારા ફેલાવાયોઃ અનેરી ઉજવણી

કાલાવાડમાં વડાપ્રધાનનાં જન્મ દિ'એ કલાની અનેરી અભિવ્યકિત : લેઉઆ પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હિરપરા કન્યા છાત્રાલયનું હીર ઝળકયું

કાલાવડ તા.૧૮: શ્રી કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શ્રી હિરપરા કન્યા વિદ્યાલય તથા શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય તથા કાલાવડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ તથા શ્રી અકબરી કન્યા છાત્રાલય શૈક્ષણિક સંકુલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇનાં ૬૯માં જન્મદિવસની શાનદાર ઉજવણીમાં નરેન્દ્રભાઇ મોદીનાં કામને આબેહુબ કલાના રૂપમાં ૬૯ વર્ષ, ૩૭૦ કલમ અને ૧૩૮ મીટર નમામિ દેવી નર્મદે વગેરેની વિદ્યાર્થીની બહેનો દ્વારા સંકુલ મેદાનમાં જ આકર્ષક રીતે માનવ આકૃતિ રચી  પ્રદર્શિત કર્યું હતું.

વિવિધ રંગોળી સાથે ૬૯ દીવા પ્રગટાવી અને બધાનો સરવાળો કરીને પ૭૭ મીણબતી પ્રગટાવી એક અનોખી રીતે  જન્મદિવસની ઉજવણી કરી. સાથે રાષ્ટ્ર સેવક એવા ભાનુભાઇ પટેલના વરદ હસ્તે કેક કાપી સૌના મોં મીઠા કરાવવામાં આવ્યા. જેમાં સંસ્થાના મંત્રી જમનભાઇ તારપરા, ખજાનચી વેલજીભાઇ સભાયા, વશરામભાઇ વેકરીયા, વલ્લભભાઇ સાંગાણી, વલ્લભભાઇ વાગડિયા, વિજયભાઇ ફળદુ, હસુભાઇ વોરા, અભિષેકભાઇ પટવા, પ્રફુલભાઇ રાખોલીયા તથા સંસ્થાના આચાર્યાશ્રી તથા સર્વ સ્ટાફગણ તથા વિદ્યાર્થીની બહેનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો. (૧૧.ર)

(11:57 am IST)