Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઉનાઃ જાતિ પ્રત્યે અપમાનિત કરીને ઢીકા પાટુથી માર માર્યો

ઉના તા.૧૮: તાલુકાના પાતાપુર ગામની અનુસુચીત જાતીના મહિલાને પાતાપુર ગામના યુવાને જાતી પ્રત્યે અપમાનીત કરી ઢીકા પાટુનો માર મારી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવી છે.

પાતાપુર ગામની હાલ ઉના રહેતી અનુસુચીત જાતીના મહિલા નંદુબેન ભાણજીભાઇ પોતે પાતાપુર ગામે જતા હતા ત્યારે ગરાળગામના પાટીયા પાસે પહોચેલ ત્યારે પાતાપુર ગામના સોયબ હનીફભાઇ કુરેશી ઉ.વ.૨૫ વાળો આવી આડો ઉભો રહી અને મે તારી દિકરી સાથે પ્રેમલગ્ન કરી લીધા તે મારૂ શું બગાડી લીધુ તેમ કરી જાતી પ્રત્યે અપમાનીત કરી ઢીકાપાટુનો માર મારી ગાળો આપી ઇજા કર્યાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ જીલ્લાના ડી.વાય.એસ.પી. કરી રહ્યા છે.(૧.૩)

(11:54 am IST)