Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વાંકાનેરના ઠીકરીયાળી ગામે પ્રિન્સ કોળીની હત્યા કરનાર કૌટુંબીક કાકો રસીક ૩ દિ'ના રિમાન્ડ પર

રાજકોટ, તા., ૧૮: વાંકાનેરના ઠીકરીયાળીના ગામના માસુમ પ્રિન્સ કોળી (ઉ.વ.પ)ના અપહરણ-હત્યાકેસ પરથી મોરબી એલસીબી ટીમે પડદો ઉંચકી હત્યા કરનાર કૌટુંબીક કાકા રસીક નાકીયાને ઝડપી લેવાયા બાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૩ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

 પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ઠીકરીયાળી ગામમાં આવેલ દેવાબાપાની જગ્યાએ તા. ૨૭-૦૮ ના રોજ પ્રિન્સ પ્રવીણભાઈ નાકીયા (ઉ.વ.૦૫) નામનો બાળક દાદા સાથે ગયો હોય ત્યારે તેનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ હતી અને તા. ૩૧ ના રોજ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો જે બનાવ અંગે રેંજ આઈજી સંદીપ સિંહ અને એસપી ડો. કરનરાજ વાદ્યેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજા, વાંકાનેર પીએસઆઈ એસ એ ગોહિલ, પીએસઆઈ બી ડી પરમાર અને સીપીઆઈ બી ડી બ્રહ્મભટ્ટની જુદી જુદી ટીમોએ તપાસ ચલાવી હતી અને વાડીના કુવામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યા બાદ મંદિર જગ્યામાં રાખેલ સીસીટીવી કેમેરાની તલસ્પર્શી તપાસ માટે એ ડીવીઝનના નિર્મળસિંહને જવાબદારી સોપતા આરોપી રસિકલાલ નાકીયાની વર્તણુક શંકાસ્પદ લાગતા વોચ રાખી હતી અને આરોપીની સદ્યન પૂછપરછ કરતા ભાંગી પડ્યો હતો અને બાળકના હત્યાની કબુલાત આપી હતી

માસૂમ હત્યા કેસમાં આરોપી કૌટુંબિક કાકા રસિકભાઈ છેલુભાઈ નાકીયા રહે ઠીકરીયાળી વાંકાનેર વાળાએ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે આરોપીની દીકરી અને મૃતક બાળક ને બાથરૂમમાં બાલ સહજ રીતે શારીરિક ચેષ્ટા કરતા હોય જે આરોપી રસીક જોઈ જતા બાળકોને ધમકાવી  માર મારી અને બાદમાં આરોપી સતત એવા વિચારમાં રાચતો હતો કે ર૪ કલાક બાળકોનું ધ્યાન ન રાખી શકાય જેથી મનોમન પ્રિન્સને કાંટો કાઢી નાખવાનું નક્કી કરી પ્રિન્સને પતાવી દીધો હતો.

માસુમ પ્રિન્સની હત્યામાં પકડાયેલ કૌટુંબીક કાકા રસીક નાકીયાને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ૩ દિવસની રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. પકડાયેલ રસીકની વિશેષ પુછતાછ હાથ ધરાઇ છે. વધુ તપાસ વાંકાનેરના સીપીઆઇ બ્રહ્મભટ્ટ, પીએસઆઇ એસ.એ.ગોહીલ તથા રાઇટર જયુભા ચલાવી રહયા છે.

(11:52 am IST)