Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

નરેન્દ્રભાઇ મોદીએ ચાર દાયકા પૂર્વે અનેક દિવસો સુધી દ્વારકામાં રોકાયા'તા

વડાપ્રધાનના જન્મદિને જનસંઘના ૮પ વર્ષના અગ્રણી હરિભાઇએ સંસ્મરણો વાગોળ્યા

દ્વારકા, તા. ૧૮ : દ્વારકાના આર.એસ.એસ.ના વખતથી વડાપ્રધાન મોદી સાથે ખૂબજ નિકટના ધરાવતા હરિભાઇએ મોદીના લાંબા આયુષ્ય સાથે દ્વારકાધીશજીને પ્રાર્થના કરી હતી. ખાસ મુલાકાતમાં તેઓ મોદીના સ્મરણ તાજા કર્યા હતાં. દ્વારકા દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી અને જનસંઘના વખતથી આર.એસ.એસ. સાથે જોડાયેલા અધુનિકે જણાવ્યું હતું કે મોદી રાષ્ટ્રીય સ્વંયમ સેવક હતાં ત્યારે અને આજે પણ તેઓ તેજ પ્રકારના સંબંધો મારા તથા પરિવાર સાથે રાખેલ છે અને તેમને વડાપ્રધાન થયા બાદ જરા પણ અભિમાન આવ્યું નનથી તે સમગ્ર વિશ્વ માટેના દેશભકત છે અને સંત જેવા હોય નિસ્વાર્થ લોકોની સેવા કરે છે.

મોદી અને આધુનિકે વાસણ પણ એક સાથે સાફ કર્યા છે

મોદી સાથેના ખાસ સંભારણા કહી શકાય તેવી વાત કરતા આધુનિકે કહ્યું હતું કે ગુજરાત રાજયના ગોધાવી ગામે જયારે લક્ષ્મણ ધામ એજયુકેશન સાથે જોડાયેલા હતાં ત્યારે અનેક વખત સાથે રોકાણ કરીને ભોજન પણ સાથે લીધું હતું અને વાસણ પણ બંન્નેએ સફાઇ કર્યા છે. આર.એસ.એસ.ની પ્રભાત ફેરીમાં જોડાવવા માટે મોદી અનેક વખત દ્વારકા આવતા અને મારા નિવાસસ્થાને રોકાણ કરીને ભોજન સાથે લીધું હતું. બાદમાં સવારે સ્વયંમ સેવકનો પોશાક ધારણ કરીને પ્રભાત ફેરીમાં જોડાતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને દ્વારકાધીશજીએ ગુજરાતની ભૂમિ ઉપર જન્મ આપીને એક મહાન માનવની ભેટ દેશને આપી છે.

અત્રે એ પણ નોંધનીય છે કે વર્ષ ર૦૧૭માં મોદી વડાપ્રધાન તરીકે દ્વારકા આવ્યા ત્યારે પણ જગત મંદિર પરિસરમાં સ્વયંમ તેમની કારમાંથી નીચે ઉતરીને આધુનિકને મળતા હતાં અને તેમના ત્યાં પરિવારના સમાચારમેળવતા  હતાં.

(11:52 am IST)