Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સી ફુડસ એકસપોર્ટ એસો. ઓફ ઇન્ડીયાનાં પ્રમુખપદે ઉદ્યોગપતિ જગદીશભાઇ ફોફડી

યુવા એકસપોર્ટરનો વેરાવળમાં સન્માન સમારોહ યોજાયો

વેરાવળ તા.૧૮: જીઆઇડીસી વિસ્તારમાં સી ફુડસ એકસપોર્ટસ યુવા ઉદ્યોગપતિની સી ફુડ એકસપોર્ટસ એસો. ઓફ ઇન્ડીયાના પ્રમુખ તરીકે વરણી થતા ભવ્ય સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં ગીરસોમનાથના અનેક આગેવાનો સંસ્થાઓના પ્રમુખો અને શહેરીજનો ઉમટી પડેલ હતા.

વેરાવળ બંદર મચ્છીના નિકાસ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે અને હજારો કરોડનું વિદેશી હુડીયામણ લઇ આવે છે તે જી.આઇ.ડી.સી. વિસ્તારના યુવા ઉદ્યોગપતિ અને પુર્વ નગરપાલિકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી સી ફુડસ એકસપોર્ટસ એસો. ઓફ ઇન્ડીયાના પ્રમુખપદે વરણી થઇ છે.

મચ્છીના નિકાસ ક્ષેત્રે હજારો કરોડોનું વિદેશી હુંડીયામણ આવતું હોય અને ભારતનો વિશાળ દરીયા કીનારાના હજારો બંદરો હોય તેમાં બિનહરીફ પ્રમુખપદે જગદીશ ફોફંડીને સ્થાન મળેલ છે તે ગૌરવની વાત છે.

જગદીશ ફોફંડીએ જણાવેલ હતું કે સમગ્ર ગુજરાત અને ભારતમાં વસતા સાગરપુત્રો આગળ આવે અને મચ્છીનો નિકાસ સૌથી વધારે થાય તે માટે વિશ્વભરમાં સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે.

સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવેલ હતું કે યુવા ઉદ્યોગપતિ સૌની સાથે મળી મળીને રહેતા હોય અને સાગરપુત્રોની હંમેશા ચિંતા કરતા હોય ભારતના તમામ મંડળોનું પ્રતિનીધીત્વ કરવું એ ગીર સોમનાથનું ગૌરવ  છે.

(11:51 am IST)