Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ગોંડલમાં મારી નાખવાની બીક બતાવી યુવાને મારમારી સોનાના ચેઇનની લૂંટ

રાજકોટ, તા., ૧૮: ગોંડલના ગુંદાળા રોડ પર મોબાઇલની દુકાન ધરાવતા યુવાનને માર મારી ધમકી આપી રોકડ અને સોનાનો ચેઇન મળી રૂ. ૪ર,પ૦૦ની મતાની લુંટ ચલાવનાર ત્રણ શખ્સો સામે ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર રાજ મોબાઇલ નામની દુકાન ધરાવતા હર્ષવર્ધન માવજીભાઇ  રાઠોડ ગઇકાલે દુકાને હતો ત્યારે અનીડા ભાલોડીના રાજેશ મનસુખભાઇ બગડા, પ્રકાશ મનસુખભાઇ બગડા અને અશોકે આવી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની બીક બતાવી

 થડામાંથી રૂા ૨૫૦૦ રોકડા તથા રૂા ૪૦,૦૦૦ની કિંમતનો સોનાનો ચેઇન મળી રૂા ૪૨૫૦૦/- ની મતાની  લૂંટ ચલાવી દુકાનમાં તોડફોડકરી ભાગી ગયા હતા. આ અંગે ગોંડલ સીટી પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. એસ.બી.ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(11:51 am IST)