Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વાંકાનેરમાં લાઇફ મિશન દ્વારા શાળા- છાત્રાલયમાં યોગાસન કાર્યક્રમો

 વાંકાનેર, તા. ૧૮ : વાંકાનેરમાં લાઇફ મિશન રાજ રાજેશ્વર ધામ જાખણ દ્વારા શહેરની જુદી જુદી ત્રણ સ્કૂલ અને રાજપૂત કન્યા છાત્રાલયમાં યોગના આસન સાથે યોગાસનથી થતાં ફાયદા અંગેની સમજણ આપતો સુંદર કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમના આયોજન મંગલાચાર્ય ફતેસિંહજી જાડેજાએ જણાવેલ કે જાખણ ખાતેના લાઇફ મિશન રાજરાજેશ્વર ધામ દ્વારા ભારતીય સંસ્કૃતિ, યોગાસન અને તેનેથી થતાં શારીરિક માનસિક ફાયદા સાથે આધ્યાત્મીક વાતાવરણની અનુભૂતિ અંગેનું માર્ગદર્શન આપવા માટેનો ત્રણ દિવસનો કાર્યક્રમ થયેલ.

જેમાં પ્રથમ વાંકાનેરની મ્યુ. સંચાલીત ગર્લ્સ હાઇસ્કૂલમાં શાળાના આચાર્ય ગીતાબેન ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્કૂલની બાળાઓને ઉપરોકત વિષય અને યોગ આસન સાથે જાણકારી આપવામાં આવેલ. ત્યારબાદ એલ.કે. સંઘવી સ્કૂલમાં આચાર્ય દર્શનાબેન જાનીના માર્ગદર્શન હેઠળ તેમજ કે.કે. શાહ સ્કૂલમાંઆચાર્ય જયંતિભાઇ પંડસુબીયાના માર્ગદર્શન હેઠળ આ ઉપરાંત દિગ્વીજયનગરમાં આવેલ શ્રી રમાકુવરબા રાજપૂત કન્યા છાત્રાલયમાં રાજપૂત કન્યા છાત્રાલયમાં ગૃહમાતા ઉર્મિલાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ યોગના જુદા જુદા આસન અને તેની જાણકારી સાથે ભારતીય સંસ્કૃતિને આપણા જીવનમાં ઉતારી આધ્યાત્મકી જ્ઞાન પ્રાપ્તી-સારા વિચારો-દેશભકિત સહીતના જરૂરી કાર્યાને વર્તમાન સમયમાં આપણા અને આપણા પરિવારમાં લાવવા અનુરોધ કરવામાં આવેલ.

આ કાર્યક્રમ સાથે સંસ્કાર કેન્દ્રની માહિતી અને માર્ગદર્શન સાથે જીવનમાં ઉપયોગી એવા ઉપદેશની જાણકારી મીનાબા ચંદ્રસિંહજી જાડેજાએ આપેલ.

કાર્યક્રમને સફળ બનાવવા માટે લાઇફ મિશનના કાર્યકરો દિલીપસિંહ ઝાલા, ચંદુભાઇ સંઘાણી, મીનાબા જાડેજા, બલભદ્રસિંહ ઝાલા, મનહરસિંહ ઝાલા સહિતનાએ જહેમત ઉઠાવે.

લાઇફ મિશન જાખણથી પધારેલા આચાર્ય  ર્ વિદુષિમાં અને શ્રેયાર્થી શોભનાબાએ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરેલ. જયારે દરેશ કાળા અને કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની પ્રિયંકા રાવળે યોગ આસન કરી આસનોની જાણકારી આપી હતી.

(11:51 am IST)