Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સાવરકુંડલામાં અનોખા દોસ્તો : એકબીજાની બાલ-દાઢી પણ હાથે જ કરી લે છે

સાવરકુંડલા તા.૧૮ : સાવરકુંડલામાં ભાઇબંધીની એક અનોખી મીસાલનો કિસ્સો સામે આવ્યો છે. શિવાજીનગરમાં રહેતા કિશોર ગજજર અને જનક મહેતા આ બંને લંગોટીયા ભાઇબંધ છે. છેલ્લા ૫૦ વર્ષોથી દોસ્તી અકબંધ છે. ભાઇબંધીની પરાકાષ્ટાતો એ છે કે બંને માંથી કોઇએ પોતાના વાળ કયારેય હેરકટીંગ સલુનમાં કપાવ્યા નથી કે નથી કયારેય દાઢી કરાવી.

આ બંને મીત્રો વારા ફરતી એકબીજાના વાળ કાપી દે છે અને દાઢી પણ કરી આપે છે. કિશોર ગજજર વિશ્વકર્મા પુત્ર છે અને જનક મહેતા બ્રહ્મપુત્ર છે. એક મિસ્ત્રી કામ કરે છે અને બીજા કર્મકાંડ કરે છે. પોતાના ધંધા વ્યવસાય સિવાય બંને મિત્રો શિવાજીનગરમાં ગૌશાળામાં સેવા બજાવે છે.

વહેલી સવારે પ વાગ્યે ભુવા રોડ ગૌશાળાએ પહોચી જઇ આખી ગૌશાળાની સફાઇ કરે છે. છાણ વાસીદુ કરે છે આ અનોખા બંને મિત્રોની દોસ્તીના દાખલા આ સમગ્ર વિસ્તારમાં ઉદાહરણ રૂપે અપાય છે.

(11:49 am IST)