Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

માળીયા તાલુકાના સરપંચોની તાળાબંધીની ગર્ભીત ચીમકીઃ કારણ પ્રજાકિય કામોમાં અક્ષમ્ય વિલંબ

મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું :ઉકેલની માંગ :નહિતો ૨૦મીએ તાળાબંધી

 માળીયામિંયાણા,તા.૧૮: માળીયામિંયાણા તાલુકાની મામલતદાર કચેરી ખખડધજ હાલતમાં પોપડા ખરતા હોવાની રાવ તાજેતરમાં થઈ હતી ત્યારે છેલ્લા દ્યણા સમયથી પ્રજાકીય કામો ન થતા હોવાની ફરિયાદ સાથે માળીયા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન પાઠવી તા.૧૯ સુધીમાં માળીયાના પ્રજાકીય પ્રશ્નો નિરાકરણ લાવવાનું અલ્ટીમેટમ આપ્યુ છે

 જો આ પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો તા.૨૦ના રોજ માળીયા તાલુકા મામલતદાર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવેલ છે માળીયા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા માળીયાના મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી હતી કે છેલ્લા દ્યણા સમયથી માળીયા તાલુકા મામલતદાર કચેરીમાં પ્રજાકીય કામો થતા નથી જેમાં આધારકાર્ડ રેશનકાર્ડ અને આવક તથા જાતિના દાખલા સહિતના કોઈ કામો સમયસર થતા નથી તેમજ આ કામોમાં ભારે વિલંબ કરી ઉદાસીન વલણ અપનાવી સરકારી બાબુઓ માત્ર લોકોને ધરમધક્કા ખવડાવી હેરાન કરતા હોવાની રાવ ઉઠી છે

માળીયા તાલુકાના લોકો આ કામો માટે મામલતદાર કચેરીના પગથિયાં દ્યસી ઘસીને થાકી ગયા છે જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અત્રે ઉલ્લેખનીય છેકે આગામી તા.૧૯ સુધીમાં માળીયા મામલતદાર કચેરીમાં લોકોને વિવિધ કામો અને પડતી મુશ્કેલીઓ દૂર નહી થાય તો તા.૨૦ના રોજ માળીયા તાલુકા મામલતદાર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે.

(11:49 am IST)