Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમરેલીના લાઠી સિવીલ હોસ્પિટલમાં ગંદકીના ગંજ : દર્દીઓને સારવાર મેળવવામાં તકલીફ

લાઠી-બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની આરોગ્યમંત્રી કિશોરભાઇ કાનાણીને રજૂઆત

 સાવરકુંડલા તા.૧૮ : લાઠી બાબરાના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે રાજયના આરોગ્ય મંત્રી કિશોરકુમાર કાનાણીને પત્ર પાઠવીને લાઠી સિવીલ હોસ્પિટલમાં થયેલ ગંદકી દૂર કરવા માંગણી કરી છે.

વિરજીભાઇ ઠુંમરે પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે, અમરેલી જિલ્લાના લાઠી ખાતેની સિવીલ હોસ્પિટલમાં ગંદકી અને માખી મચ્છરનો ઉપદ્રવ થયેલ છે. હોસ્પિટલના પટાંગણથી છેક અંદર સુધી નજરે ન જોઇ શકાય તેવી ગંદકી ઢગ જોવા મળે છે જેના કારણે માખી મચ્છર ઉપદ્રવ થવાથી રોગચાળો વધી જવા સંભવ છે.

સરકાર લોકોને સ્વચ્છતા જાળવવા એકબાજુ સ્વચ્છતા અભિયાન ચલાવી બેનરો  લગાવી રહી છે અને બીજી બાજુ સરકારી આરોગ્ય વિભાગના સિવીલ હોસ્પિટલના સ્ટાફના અધિકારી કર્મચારીઓઆ અભિયાન વિરૂધ્ધ કૃત્ય આચરી રહી હોવાનુ સ્પષ્ટ દેખાય આવે છે. લાઠી સિવિલ હોસ્પિટલમાં ગંદકી દૂર કરી સ્વચ્છતા જાળવવા સિવીલ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કડક સુચના આપવા અને સિવીલ માંજ દર્દીઓને પુરતી સારવાર મળી રહે અને ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં તગડા પૈસા ચુકવી સારવાર ન લેવી પડે તે માટે તટસ્થ કાર્યવાહી કરવા અંતમાં વિરજીભાઇ ઠુંમરે માંગણી કરી છે.

(11:47 am IST)