Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ચલાલા-અમરેલી બિસ્માર રોડ પ્રશ્ને રજૂઆત બાદ મરામત કરવા ખાતરી

ચલાલા તા.૧૮ : આમ જનતાના માથાના દુખાવારૂપ રોડની મરામત કરવા અમરેલી આરએનબી વિભાગને જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાએ રૂબરૂ રજૂઆત કરેલ છે.

ચલાલા શહેર વિસ્તારમાં આવતા ધારી રેલ્વે ફાટકથી અમરેલી રોડ રીલાયન્સ પેટ્રોલ પંપ સુધીના રસ્તા પર ૧ ફુટ સુધીના ખાડા ગાબડા પડી જતા ચલાલાના શહેરીજનો સહીત આ પંથકની આમ જનતા પરેશાની ભોગવી રહી છે.અનેક વખત લેખીત મૌખીક રજૂઆત કરવા છતા આ નિંદ્રાધીન આરએન્ડબી વિભાગની આંખ ઉઘાડી નથી ત્યારે ચલાલાથી રજૂઆત કરતા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરપરાએ આ રજૂઆતની ગંભીરતા સમજી વિલંબ કર્યા વગર તમામ પદાધિકારીઓને સાથે રાખી જીલ્લા આરએન્ડબી વિભાગ અમરેલીની કચેરીએ રૂબરૂ રજૂઆત કરીને જણાવેલ છે કે, આમ બે જ દિવસમાં સવાલવાળા રસ્તા પર જવા ખાડા ખબડા છે ત્યા લોડર હકાવી મેટલીંગ કરી ઇમરજન્સીમાં આ સમસ્યા હલ કરી વરસાદની મોસમ પછી નવરાત્રી અને દિવાળીના વચ્ચેના સમયગાળામાં ડામર રોડ કરાવી દેવાની રજૂઆત કરી હતી.

અમરેલી આરએન્ડબી કચેરીના અધિકારીઓએ માત્ર બે જ દિવસમાં રસ્તા પર લોડર હંકાવી અને મેટલીંગ કરી હાલ પુરતી સમસ્યા દૂર કરી અને નવરાત્રી બાદ તુરંત જ ડામર રોડ કરી આપવાની ખાત્રી આપેલ છે ત્યારે જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરાની આ રજૂઆતમાં જીલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઇ કાનાણી, જિલ્લા બંક્ષીપંચ મોરચા ભાજપના મહામંત્રી જયરાજભાઇ વાળા, ચલાલા ન.પા.ના પ્રમુખ હિંમતભાઇ હિંગોળા, ચલાલા શહેર ભાજપના પ્રમુખ મનસુખભાઇ ગેડીયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ કારીયા તા.ભાજપ મહામંત્રી મૃગેશભાઇ કોરડીયા ઉપસ્થિત રહ્યા હતા.

(11:46 am IST)