Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જામજોધપુર ભૃગુ શાળા વિકાસ સંકુલમાં ગણિત, વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શન

જામજોધપુર : ભૃગુ શાળા વિકાસ સંકુલ, જામજોધપુરના ડો. વિક્રમભાઇ સારાભાઇ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ-૨૦૧૯નું પ્રદર્શન શ્રી ગો.કુ. એઝયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ હાઇસ્કુલ જામવાલીના 'જામજોધપુર ખાતે તા. ૧૧-૦૯-૨૦૧૯ ના રોજ શ્રી ચિરાગભાઇ રમેશભાઇ કાલરિયા (ધારાસભ્યશ્રી ૮૦- જામજોધપુર-લાલપુર) ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જામનગરના પ્રતિનીધીશ્રી વાઝાભાઇ તથા શ્રી ભેંસવાડિયા સાહેબ (લાયઝનઅધિકારી) હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રાત્સાહિત કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમ સંયોજક શ્રી સી.આર. કણસાગરા તથા આયોજકશ્રી એ.એન. ભડાણીયા અચાર્યશ્રી માધ્યમીક શાળા, જામવાલીની દેખરેખ નીચે સંપૂર્ણ સફળ બનાવવામાં આવેલ હતો. આ સાથે જામજોધપુર તાલુકાના નવનિયુકત આચાર્યશ્રીઓનું સન્માન તથા એ.એન. ભડાણીયા આચાર્યશ્રી મા.શાળા જામવાલી તથા એ.જે. બુટાણી આચાર્યશ્રી માધ્યમીક શાળા વસંતપુરને વિદાય સન્માન પત્ર આપવામાં આવેલ.કાર્યક્રમમાં કુલ૩૭ કૃતિઓ રજુ કરવામાં આવેલ છે. જે કૃતિઓ આજુબાજુની શાળાના બાળકો તથા ગ્રામજનોએ નિહાળી કાર્યક્રમને સફળ બનાવેલ. કાર્યક્રમનું સંચાલન શ્રી એ.જે. જીવાણી, આચાર્યશ્રી માધ્યમીક શાળા સીદસર તથા જામવાલી શાળાના મદદનીશ શિક્ષક જે.આર. નંદાણીયાએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા,જામજોધપુર) (૩.૫)

(11:45 am IST)