Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ભાવનગરમાં વિદ્યાર્થીની સાયકલ ચોરતો રીઢો ચોર ૧૦ સાયકલ સાથે ઝડપાયો

ભાવનગર તા.૧૮:રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  અશોકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ તથા ના.પો.અધિ. એમ.એસ.ઠાકર તથા ગંગાજળિયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર આર.જે.શુકલા ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ ચોરી નો ભેદ ઉકેલવા  સુચના આપેલજે  હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા મો.સા.તથા સાયકલ ના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ગુનાઓમા પકડાયેલ ગુનેગારો શકદારોની તપાસમા હતા તે દરમ્યાન પો.કો.હિરેનભાઈ મકવાણા તથા પોકો પ્રકાશભાઈ ગોહેલને મળેલ બાતમી રાહે હકીકત મળેલ કે કરચલિયા પરા ધનાનગર ખાર વિસ્તારમા બાવળ ની ઝાલી મા એક ઈસમ જુદીજુદી સાયકલ ગોઠવતો હોય જે જગ્યાએ જતા મજકુર ઇસમ શકાસ્પદ સાયકલ તથા એક ઇલેકિટ્રક મોટર તથા એક મોબાઇલ ફોન સાથે ત્યાં ઉભો છે. જે બાતમી આધારે બાતમી વાળી જગ્યા એ જતા  (૧) ગોપાલ ઉર્ફે ચરખી પરવીનભાઈ યાદવઙ્ગ ઉવ.૨૩ રહે. કરચલીયા રામાપીર ના મંદિર પાસેઙ્ગ ભાવનગર હોવાનું જણાવેલ મજુકુર પાસેથીઙ્ગ (૧) જુદીજુદી કંપની સાયકલ જેની કિં. રૂ.૨૪,૦૦૦/-ઙ્ગ તથા (૨) એક ઇલેકિટ્રક મોટર જેની કી.રૂ.૫૦૦/- તથા (૩) એક સેમસંગ કંપની નો મોબાઈલ જેની કિ. રૂ. ૧૦૦૦/- ગણી કુલ ૨૬,૦૦૦/-નાઙ્ગ મુદામાલ સાથે મળી આવેલ.મજકુર આરોપીની પુછપરછ કરતા તેણે જુદીજુદી જગ્યા એથી થોડા દિવસ પહેલા વહેલી સવારે ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.આ અંગે ગંગાજળિયા પો.સ્ટે.માઙ્ગ આ ચોરી અંગે ની ફરીયાદ દાખલ કરાવેલ.

તેમજ મજુકુર આરોપી ગોપાલ ઉર્ફે ચરખી પરવીનભાઈ યાદવ ઉવ.૨૩ રહે કરચલીયા રામાપીર ના મંદિર પાસે ભાવનગરમાંથી ચોરી ના ગુન્હા માં અગાઉ પણ પકડાયેલ છે તો આમ મજુકુર આરોપી ચોરી કરવાની ટેવ વાળો તેમજ રીઢો ગુન્હેગાર છે

આમ સમગ્ર કામગીરીમાં ગંગાજળિયા પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર શ્રી.આર.જે.શુકલા ની સૂચના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ એસ.એમ.ગોહિલ તથા ડી.સ્ટાફ ના પો.હેડ કોન્સ એચ.બી.સોઢાતર તથા એમ.એમ.જોષી તથા પો.કોન્સ હિરેનભાઈ મકવાણા તથા રૂપદેવસિંહ રાઠોડ તથા પ્રકાશભાઈ ગોહેલ વણશોધાયેલ ચોરી નો ગુન્હો શોધી કાઢવામા સફળતા મળેલ.

(11:44 am IST)