Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમરેલીના દરિયાકાંઠા વિસ્તારમાં મેઘરાજાની પધરામણી : જાફરાબાદ ,દીવ અને ગીર સોમનાથમાં ધીમીધારે વરસાદ

ધીમીધારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ :ઉભા પાકને વ્યાપક ફાયદો

 

અમરેલી: અમરેલીના જાફરાબાદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ તથા ગ્રામ્ય વિસ્તારોના કોવાયા, ભાકોદર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ પંથકમાં વરસાદથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક ફાયદો થશે.

 

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વિરામ બાદ મેઘરાજાનું આગમન થયુ છે. વેરાવળના ભટોળી, કાડોદ્રી, માથાશુરી અને આસપાસના ગામડાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
દીવ તથા આસપાસના વિસ્તારમાં બપોર બાદ વરસાદ શરૂ થયો છે. દીવ ઉપરાંત ઘોઘલા, વણાંકબારા, દીવના કિલ્લા સહિતના વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટુ પડ્યું હતું. વરસાદી ઝાપટાને કારણે લોકોને અસહ્ય બફારાથી રાહત મળી હતી.

(12:40 am IST)