Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જુનાગઢમાંથી નાસતો ફરતો શખ્સ ઝડપાયો

જૂનાગઢ તા. ૧૮ : જુનાગઢ રેન્જ આઇ.જી. ડો. સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષકશ્રી, સૌરભસિંઘની સુચના મુજબ ગુનાઓ અટકાવવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓ પકડવા આપેલ સુચના મુજબ એસ.ઓ.જી., ઇ.ચા. પો.ઇન્સ., જે.એમ.વાળાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઉધાર આપવાની ના પાડતા ખોડીયાર પાન નામની દુકાન સળગાવી દીધેલ આ ગુન્હો કરી આરોપી શબ્બીર ઉફે ઘોઘો ફીરોઝ બ્લોચ ઉ.વ.૩૨ રહે. જુનાગઢ આદિત્ય નગર વાળો નાસ્તો ફરતો હોય જેને પકડી પાડી આગળની કાર્યવાહી માટે શ્નબીલૃડીવી. પો.સ્ટે. સોંપી આપેલ છે.ઙ્ગ

આ કામગીરીમાં એસ.ઓ.જી., જૂનાગઢના ઇ.ચા. પો.ઇન્સ., જે.એમ.વાળા તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ કુવાડીયા, તથા પુંજાભાઇ ભારાઇ, વિક્રમભાઇ ચાવડા તથા પો.કોન્સ. મહેન્દ્રભાઇ ડેર, રાજેશભાઇ ઉપાધ્યાય તથા અનિરૂધ્ધસિંહ વાંક, લખમણભાઇ કારેથાનાઓ હતા.

(2:40 pm IST)