Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વેરાવળમાં દૂષિત અને અનિયમીત પીવાના પાણી પ્રશ્ને નગરપાલિકાને પુરવઠા મંત્રીએ લેખિતમાં આદેશ આપ્યો

 

ગીર સોમનાથ જીલ્લાની વેરાવળ નગરપાલિકા દ્વારા દૂષિત અને અનિયમીત રીતે પીવાનું પાણી આવતું હોવાથી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા પાણી પુરવઠા મંત્રીએ વેરાવળ નગરપાલિકાને લેખિતમાં આદેશ આપ્યો છે.

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી સારો વરસાદ હોવા છતાં પણ પાણી નથી અપાતું અને જે પાણી આવે છે તે દૂષિત હોય છે. બાબતે ચીફ ઓફિસર, કલેકટર અને અંતે પાણી પુરવઠા મંત્રીને લેખીત રજુઆત કરાતા તાજેતરમાં પાણી પુરવઠા મંત્રીએ વેરાવળ નગરપાલિકાને લેખીતમાં વેરાવળ શહેરને ચોખ્ખું પીવાનું પાણી નિયમીત રીતે મળે તેવી સૂચના આપવામાં આવી છે.

  પાણી બાબતે સોમનાથ ધારાસભ્યએ કહ્યું કે વેરાવળમાં મોટાભાગની પાણીની પાઇપ લાઇનો તૂટેલી હાલતમાં છે. જેનાથી ગટરોના પાણી પીવાની પાણીની પાઇપ લાઇનોમાં જવાથી લોકોને ગંદુ પાણી મળે છે. નગરપાલિકાના બે ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે. જે પરિસ્થિતી માટે નગરપાલિકાની અણઆવડત જવાબદાર છે.

(12:50 pm IST)