Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

હળવદમાં મતદાર નોંધણી ઝુંબશનો થયેલ પ્રારંભ

હળવદ, તા.૧૮: મતદાર નોંધણી ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત તાલુકાની શાળામાં જયાં મતદાન મથક આવેલાં હોયતે જગ્યાએ તા ૧/૦૯/૨૦૧૮થી ૧૫/૧૦/૨૦૧૮ સુધી ચૂંટણી કમિશન દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૃ કરવામાં આવ્યો છે. જેમાં ગઇકાલે હળવદની વિવિધ શાળાઓમાં મતદારો નામ સુધારવા, કમી કરાવા,નવા ઉમેરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં યુવાનો પોતાના નામ નોધવવા માટે ભારે દ્યસારો જોવા મળ્યો હતો.

મતદાર નોંધણી ઝુંબેશ અંતર્ગત હળવદની વિવિધ શાળામાં  નામ દાખલ કરવા,નામ કમી કરવા, નામ,સરનામું સુધારવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ટ્રાન્સફર વગેરે જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ મતદાર યાદીમાં ૧૮ વષે પૂણે થયા હોય તેવા નવા મતદારો નામ નોંધાવી આવનારી ચુંટણીમાં પોતાનો મત આપી લોકતંત્ર મજબૂત કરશે.આ મતદાર ઝુંબેશ ત્રણ તબક્કે યોજાશે જેમાં  પહેલાં તબક્કામાં તા-૧૬-૦૯-૧૮ને રવિવાર,તા-૩૦-૦૯-૧૮ને રવિવાર અને તા-૧૪-૧૦-૧૮ ને રવિવાર જેમાં મતદારો સવારે ૧૦થી સાંજના ૫ સુધી નોંધાવી શકશે. જન્મવાસીનો પુરાવો.

૨- રહેઠાણનો પુરાવો (લાઈટબીલ)અને ૩-બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે.ત્યારે હળવદ તાલુકાની વિવિધ શાળામાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે યુવાનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. તે પ્રસંગની તસ્વીર(તસ્વીરઃ દિપક જાની)(૨૨.૩)

(1:32 pm IST)