Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

હળવદમાં સુપ્રિમના ચુકાદાનો વિરોધ

વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત ન રહી શકે તેવા સુપ્રિમકોર્ટના ચુકાદાના વિરોધમાં બાર કાઉન્સીલર અને ઈન્ડીયા બ-૪ કાઉન્સીલર ઓફ ગુજરાતના આદેશ અનુસાર હળવદના વકીલ મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ હતી. તાજેતરમાં સુપ્રિમકોર્ટ દ્વારા વકીલોને હડતાલ પાડવા અને કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાની મનાઈ ફરમાવતા દિશા નિર્દેશ આપતા દેશભરના વકીલોમાં આ ચુકાદા અને કેન્દ્ર સરકારના વલણની આકરી ટીકા સાથે ભારે રોષ જાવા મળી રહ્યો છે. ત્યારે ગઇકાલે બાર કાઉન્સીલર ઓફ ઈન્ડીયા અને બાર કાઉન્સીલર ઓફ ગુજરાતની સુચના અન્વયે હળવદ વકીલ મહામંડળ દ્વારા સુપ્રિમકોર્ટના આ દિશા – નિર્દેશના વિરોધમાં મામલતદાર કચેરીએ ધસી જઈ આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી. આ ચુકાદો વકીલોના મુળભુત અધિકારો પર સીધો જ પ્રહાર કરે છે તેમાં તાકીદે ફેર – વિચારણા કરવામાં આવે તેવી માંગ કરી હતી. વધુમાં ભારતના ઉચ્ચ શિક્ષણ આયોગના મુસદા વિધેયક, ર૦૦૮ દ્વારા સરકાર વકીલોના મંડળોની સતાઓ છીનવી લેવા પ્રયાસો કર્યા છે તે બાબતે ફેર વિચારણા કરવામાં આવે તેમ આ આવેદનપત્રમાં જણાવ્યું હતું. તસ્વીરમાં આવેદન પત્ર પાઠવતા એડવોકેટો નજરે પડે છે.(૨૨.૩)

(12:17 pm IST)