Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ઉપલેટાના પડવલા ગામે રાજકોટના માકડીયા પરીવાર પર ફાયરીંગ કરનાર બંન્ને શખ્‍સોની શોધખોળ

ઉપલેટા, તા., ૧૮: ઉપલેટા તાલુકાના પડવલા ગામે રાજકોટના માકડીયા પરીવાર  પર ફાયરીંગ કરનાર બંન્ને શખ્‍સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ ઉપલેટાના પડવલા ગામે રાજકોટમાં સ્‍ટીલનું કારખાનું ધરાવતા નિલેશભાઇ લક્ષ્મણભાઇ માકડીયા, વિજયભાઇ લક્ષ્મણભાઇ માકડીયા, અમૃતભાઇ પ્રેમજીભાઇ માકડીયા, દિપેન વિનુભાઇ માકડીયા સહીતના હવન માટે પડવલા ગામે આવ્‍યા હતા. ત્‍યારે પરીવાર અને મહેમાનો ઘર પાસે બેઠા હતા ત્‍યારે બે નાના છોકરાઓ અપશબ્‍દો બોલી રહયા હતા. આ છોકરાઓને ઘર પાસે અપશબ્‍દો બોલવાની ના પાડતા મામલો બીચકયો હતો.

આ દરમિયાન મુસ્‍લીમ શખ્‍સ સંધી અલી તૈયબ શેઠા અને રીઝવાન વલી મામદ પીસ્‍તોલ અને છરી સાથે આવ્‍યા હતા અને સરાજાહેર ફાયરીંગ કરતા અમૃતભાઇ માકડીયા, દિપેન માકડીયા, નીલેશભાઇ માકડીયા અને વિજયભાઇ માકડીયાને ઇજાગ્રસ્‍ત હાલતમાં ઉપલેટાની હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી આવ્‍યો હતો.

માકડીયા પરીવાર પર ફાયરીંગ કરી  નાસી છુટેલ બંન્ને મુસ્‍લીમ શખ્‍સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ ભાયાવદરના પીએસઆઇ ધાંધલ ચલાવી રહયા છે.

 

(12:06 pm IST)