Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

માળીયા (મીં) તાલુકાનો મુખ્યમંત્રીનો 'સ્વાગત' ઓનલાઇન કાર્યક્રમ

માળીયા (મી.) તા. ૧૮ : મુખ્યમંત્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે માટે તાલુકા કક્ષાએ 'સ્વાગત' ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત ઙ્ગતા.૨૬ બુધવારે સવારના ૧૧.૩૦ કલાકે મામલતદારઙ્ગ કચેરી માળીયા(મી.) ખાતે યોજાનાર કાર્યક્રમ માટે ગ્રામ્ય તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરીયાદો માટેઙ્ગ તાલુકાના મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, માળીયા(મી.)ને પહોચતા કરવા સબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે.

અરજીમાં મથાળે 'માળીયા તાલુકા માટેનો 'સ્વાગત' ફરીયાદ નિવારણ કાર્યક્રમ' એ મુજબ લખવાનુ રહેશે. આ કાર્યક્રમમાં કોઈપણ અરજદારને અરજી કરતા પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તોઙ્ગ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય, તાલુકાઙ્ગ કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન લેખિતમાં રજુઆત કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજુ થતાઙ્ગ પ્રશ્નો ગ્રામ અનેઙ્ગ તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈઙ્ગ શકાય તેવા હોવા જોઈએ.

આ કાર્યક્રમમાંઙ્ગ અરજદાર જાતે રૃબરૃ પોતાના પ્રશ્નનાં આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે, આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરીઙ્ગ શકશે સામુહિક રજુઆતો કરીઙ્ગ શકશે નહી. તેમઙ્ગ મામલતદાર માળીયા(મી.)ની યાદીમાં જણાવેલ છે.(૨૧.૯)

(12:01 pm IST)