Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ઉના પાસે કતલખાને લઇ જવાતા ૬ વાછરડાને બચાવી લેવાયા

ઉના તા.૧૮: વાજડી ગામના બસ સ્ટેશન પાસે બોલેરો ટેમ્પોમાં ક્રુરતાપુર્વક બાંધેલ ૬ વાછરડાને બચાવી લેવાયા છે ચાલક ટેમ્પો મુકી નાસી ગયો છે.

ઉના ધોકડવા રોડ ઉપર ૧૦ કિ.મી. દૂર વાડી ગામના પાટીયા પાસે અંબાડા ગામના કનુભાઇ ધેેલુભાઇએ એક બોલેરો ટેમ્પો નંબર જી.જે. ૧૪ એકસ ૩૬૬૬ને રોકાવતાં ચાલક બોલેરો મુકી નાસી ગયો હતો. બોલેરોમાં પાછળના ભાગે કતલખાને લઇ જવાના ઇરાદે આશરે ર વર્ષના ૬ વાછરડાને ક્રુરતાપુર્વક બાંધી લઇ જતો હતો તેવી ઉના પોલીસને જાણ કરતા પોલીસે બોલેરો તથા વાછરડા સાથે ઉના લાવી ૧ લાખ પ૦ હજારનો મુદ્દામાલ કબજે કરી ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.(૧.૭)

(12:00 pm IST)