Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ઉનાના કાંધીમાં લાશને દાટી દેનાર વાડી માલીકને રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ

ઉના, તા.૧૮ : તાલુકાના કાંધી ગામે ૪ દિવસ પહેલા  કોળી આઘેડનું શોર્ટ લાગવાથી મૃત્યુ થયાનું પી.એમ. રીપોર્ટ આવતા વાડી માલિક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરેલ છે તેમને રીમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ઉના તાલુકાના કાંધી ગામની સીમમાં ૪ દિવસ પહેલા કાંધી ગામના બાબુભાઇ  શાર્દુલભાઇ ડાભી ઉ.વ.૬૦ ચાલીને ખાટુભાઇની વાડીએ મજૂરી કામ કરવા સવારે જતા હતા ત્યારે ખાટુભાઇની વાડી પહેલા ડાયાભાઇ સામજીભાઇ અંટાળા રે. કાંધીવાળાની વાડી આવતી હોય વાડીના શેઢે લોખંડની ફેનેસીંગ તાર બાંધલ હતી તેમાં જંગલી ભુંડ, રોઝ તથા પ્રાણીઓ ખેતીના પાકને બચાવવા લોખંડના તારને ઇલેકટ્રીક કરંટ વીજ તાર ફીટ કરેલ તેને અકસ્માતે બાબુભાઇ અડી જતા શોર્ટ લાગવાથી પડી ગયા હતા. પાપ છુપાવવા ડાયાભાઇએ વાડીની સામે આવેલ કેનાલ પાસે ખાડો ખોદી લાશ દાટી પૂરાવાનો નાશ કરવા કોશિષ કરેલ, પરંતુ બાબુભાઇના પરિવારે પોલીસને જાણ કરતા ડાયાભાઇએ કબુલ કરતા ખાડો ખોદી માટીમાં હાટેલ બાબુભાઇની લાશ બહાર કાઢી જામનગર પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી. પી.એમ. રીપોર્ટમાં શોર્ટ લાગવાથી મૃત્યુ થયાનું જાહેર થતાં બાબુભાઇની અંતિમ વિધિ જામનગર સ્મશાનમાં કરી ઉના પોલીસ સ્ટેશનમાં તેના દિકરા સંજયભાઇ બાબુભાઇ ડાભી પોતે ફરીયાદી બની ડાયાભાઇ સામજીભાઇ અંટાળા રે. કાંધી વાળા સામે પોતાના પિતાને શોર્ટ લાગવાથી મોત નિપજાવ્યાનું તથા પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશ ખાડો કરી દાટી દીધાની ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ ૩૦૪ તથા ર૦૧ મુજબ ગુનો દાખલ કરી ડાયાભાઇ સામજીભાઇ અંટાળાની ધરપકડ કરી છે. પીએસઆઇ જે.વી. ચુડાસમા તેમને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે. (૮.૬)

(11:54 am IST)