Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જસદણમાં જૂના મનદુઃખમાં આનંદ કોળી પર છરી-પાઈપથી હુમલો

રાજકોટ, તા. ૧૮ :. જસદણમાં જૂના મનદુઃખમાં કોળી યુવાન પર છરી-પાઈપથી હુમલો થયો હતો.

મળતી વિગતો મુજબ આનંદ શિવાભાઈ જાદવ કોળી (ઉ.વ. ૩૦) રહે. હુડકો રામનગર જસદણ ઉપર ત્‍યાં જ રહેતા ટીના પ્રાગજીભાઈ દેવીપૂજક, વના પ્રાગજીભાઈ દેવીપૂજક તથા પ્રાગજી દેવીપૂજકે છરી-પાઈપથી હુમલો કરી ઈજા કરી હતી. તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. એક વર્ષ પૂર્વે ફરીયાદી આનંદ કોળીના ભાઇની દિકરીને આરોપીનો સગો ભગાડી ગયેલ હોય જેથી ફરીયાદી આનંદે ઠપકો આપતા તે મનદુઃખનો ખાર રાખી ઉકત ત્રણેયએ હુમલો કર્યો હતો.

જસદણ પોલીસે ઉકત ત્રણેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)