Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જામકંડોરણાના યુવકના ખાતામાંથી કટકે - કટકે ૧ લાખ ઉપડી ગયા

 ધોરાજી તા. ૧૮ : જામકંડોરણા ખાતે રહેતો સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા જામકંડોરણામાં ખાતુ ધરાવતો દિનેશ ચોવટીયાએ પોલીસમાં લેખીત ફરીયાદ કરી છે. જેમાં જણાવ્‍યું છે કે, સ્‍ટેટ ઓફ ઇન્‍ડિયા જામકંડોરણા શાખાના પોતાના એકાઉન્‍ટમાંથી કોઇ અજાણ્‍યા શખ્‍સોએ કટકે - કટકે રૂા. ૧ લાખની રોકડ રકમ ઉપાડી જઇને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ કરતા જામકંડોરણા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જામકંડોરણા પંથકમાં બેંકમાંથી યુવકના ખાતામાંથી અજાણ્‍યા શખ્‍સએ કટકે કટકે રૂા. ૧ લાખ રકમ ઉપાડીને છેતરપીંડી કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

(11:10 am IST)