Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

એસોસીએશન ઓફ નેશનલ એગ્રીકલ્‍ચર જર્નાલીસ્‍ટ ઇન્‍ડીયા દ્વારા રામોદના ઉપેન્‍દ્રભાઇ નાથાણીને કૃષિ ગૌરવ એવોર્ડ અર્પણ

રાજકોટ તા. ૧૭ : એસોસીએશન ઓફ નેશનલ એગ્રીકલ્‍ચર જર્નાલીસ્‍ટ (અનાજ) ઇન્‍ડીયા દ્વારા તાજેતરમાં કૃષિ ગૌરવ એવોર્ડ અર્પણ સમારંભ યોજાયો હતો.

જેમાં સૌરાષ્‍ટ્રના કોટડા સાંગાણી નજીક આવેલા રામોદ ગામના વતની વ્રજરાજ ફાર્મવાળા શ્રી ઉપેન્‍દ્રભાઇ નાથાણીને એસોસીએશન ઓફ નેશનલ એગ્રીકલ્‍ચર જર્નાલીસ્‍ટ ઇન્‍ડિયા દ્વારા ગૌરવવંતો ‘‘કૃષિ ગૌરવ'' એવોર્ડ અર્પણ થયો છ.ે

Association of National Agriculture Journalist (ANAJ) ઇન્‍ડીયા રાષ્‍ટ્ર કક્ષાનું કૃષિ પત્રકારનું એક એસોસીએશન છે. જે છેલ્લા ૩ વર્ષથી દેશના અમુક રાજયોમાં કૃષિ ક્ષેત્રે પત્રકારે કરેલ વિશિષ્‍ટ કામગીરી કરેલ વિશિષ્‍ટ કામગીરી અંગે ‘‘કૃષિ ગૌરવ એવોર્ડ''થી સન્‍માનીત કરે છે. જે અનુસંધાને આ વર્ષ ર૦૧૭-૧૮ માટે અનાજ ઇન્‍ડીયાએ ગુજરાત, મહારાષ્‍ટ્‍ અને રાજસ્‍થાનના કૃષિ પત્રકારો અને ખેડુતોને તા.૮/૯/ર૦૧૮ ના રોજ ગાંધીનગર મહાત્‍મા મંદિર ખાતે  સન્‍માનીત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ગુજરાતમાંથી પત્રકારો અનેખેડૂતોની પસંદગી રમણભાઇ ઓઝા નિવૃત કવોલીટી મેનેજર ગોપકા (GOPCA) એ કરેલ હતી. જેમાં પત્રકાર તરીકે ગુજરાતના કૃષિ સમાચાર આપનાર કરણ રાજપુતની પસંદગી કરવામાં આવેલ જયારે રાજયના ખેડુતોમાંથી ગામ-રામોદ, તા. કોટડાસાંગાણી, જી. રાજકોટના શ્રી ઉપેન્‍દ્રભાઇ ડાયાભાઇ નાથાણીને પસંદ કરેલ છે. ઉપેન્‍દ્રભાઇ ડાયાભાઇ નાથાણીના બે ભાઇઓ રાજેશભાઇ ડાયાભાઇ નાથાણી, જયેશભાઇ ડાયાભાઇ નાથાણી સાથે રહે છે. અને ત્રણેયભાઇઓ સાથે ખેતી કરીને કૃષિ ક્ષેત્ર ક્રાંતિ સર્જી રહ્યા છ.ે

આ એવોર્ડ રાજયના અધિક મુખ્‍ય સચિવ શ્રી સંજય પ્રસાદ અને સાબરકાંઠાના સંસદ સભ્‍ય શ્રી દીપસિંહ રાઠોડના હસ્‍તે એગ્રી એશિયાના આયોજક અને CEO રેડીકલ કોમ્‍યુનિકેશન સન્‍યાલ, દેસાઇ, અનાજ ઇન્‍ડીયાના પ્રમુખ શ્રી ગજાનન ગિરોલકર, રમણભાઇ ઓઝા અને અન્‍ય મહાનુભાવો તથા કૃષિ પત્રકારો અને ત્રણ રાજયના ખેડુતોની હાજરીમાં આપવામાં આવ્‍યા હતા. એવોર્ડ સાથે દરેકની કામગીરીને બિરદાવતા સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવ્‍યા હતા.

રામોદના વ્રજરાજ ફાર્મવાળા શ્રી ઉપેન્‍દ્રભાઇ ડાયાભાઇ નાથાણીએ સારી ગુણવત્તા વાળી હળદરની નિકાશ કરેલ છે. આમ શ્રી ઉપેન્‍દ્રભાઇ ડાયાભાઇ નાથાણીએ આ એવોર્ડ મેળવી રામોદ ગામનું જ નહીં પણ રાજકોટ જીલ્લાનું નામ રોશન કરેલ છે.

રાજય કક્ષાએથી ખેડુતોમાંથી પસંદગી કરનાર શ્રી રમણભાઇ ઓઝા-નિવૃત્ત કવોલિટી મેનેજર ગોપકા એવોર્ડ તથા સર્ટીફીકેટ અધિક મુખ્‍ય સચિવ (કૃષિ) સંજય પ્રસાદ અને સંસદ સભ્‍ય દીપસિંહ રાઠોડના હસ્‍તે આપવામાં આવ્‍યા હતા. આ તકે શ્રી દીપસિંહ રાઠોડ સંસદ સભ્‍ય-સાંબરકાઠા શ્રી સંજય પ્રસાદ અધિક મુખ્‍ય સચિવ (કૃષિ) શ્રી રમણભાઇ ઓઝા-નિવૃત્ત કવોલીટી મેનેજ ર ગોપકા, એગ્રી એશિયા આયોજક સીઇઓ રેડીકલ કોમ્‍યુનિકેશન-સન્‍યાલ દેસાઇ, પ્રમુખ અનાજ ઇન્‍ડિયા- ગજાનન ગિરોલકર, અનાજ ઇન્‍ડિયાના પત્રકારો અને રાજસ્‍થાન મહારાષ્‍ટ્રા અને ગુજરાતના ખેડુતો ઉપસ્‍થિત રહ્યા હતા.

સૌરાષ્‍ટ્રના ક્રાંતિ સર્જી રહેલ ખેડૂત પરિવારના શ્રી ઉપેન્‍દ્ર નાથાણી ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (મો.૯૯૦૯ર ૮ર૧૭૦)

 

(10:08 am IST)