Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ઓખા કોસ્‍ટગાર્ડ દ્વારા ઇન્‍ટરનેશનલ કોસ્‍ટલ ડેની ભાવભેર ઉજવણી

 ઓખા : દેશમાં ૧૫મી સપ્‍ટેમ્‍બર થી રજી ઓકટોબર સુધી સ્‍વચ્‍છતા સપ્તાહ મનાવવામાં આવે છે. જેમાં તમામ શાળાઓ, કોલેજો, તથા તમામ સરકારી સંસ્‍થાઓ દ્વારા ‘‘સ્‍વચ્‍છ ભારત'' ‘‘સ્‍વચ્‍છતા એજ સેવા'' ના બેનર ઉપર સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવે છે. દર વર્ષની માફક આજરોજ ઓખા કોસ્‍ટગાર્ડ દ્વારા ઇન્‍ટરનેશનલ કોસ્‍ટલ ડે-૨૦૧૮ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તેમની સાથે ટાટા કેમીકલ્‍સ મીઠીપુર, બી.એસ.એફ જવાનો, ઓખા મરીન પોલીસ જવાનો, સ્‍કૂલના વિદ્યાર્થીઓ સાથે કોસ્‍ટગાર્ડ ફેમીલી અને બાળકો પણ જોડાયા હતા. ઓખા લાઇટહાઉસથી પવન ચક્કી સુધીના ૨:૫૦ કિ.મી.ના દરિયા કિનારાની સફાઇ કરી ચાર ટ્રેકટર જેટલો કચરો એકઠો કર્યો હતો. આ પ્રસંગે કોસ્‍ટગાર્ડના સી.ઓ. ડી.આઇ.જી. શ્રી એન.કે. શર્મા, ટાટા કેમીકલ્‍સ મીઠાપુરના એડમીશીનર શ્રી વિજયભાઇ ત્રિવેદી તથા ઓખા મરીન પી.એસ.આઇ. શ્રી ગઢવીસાહેબ ખાસ હાજર રહી પોતાના સ્‍વ હસ્‍તે દરિયા કિનારાની સફાઇ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. અને આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના સ્‍વચ્‍છ ભારતના અભિયાનને સાર્થક કરવા સર્વેને અનુરોધ કર્યો હતો તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીરઃ ભરત બારાઇ)

(9:58 am IST)