Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વડિયા ગામનો સુરવો ડેમ ફરીથી ભરાઈ ગયો

નદીના પટમાં ન જવા માટે સ્થાનિકોને ચેતવણી અપાઈ

અમરેલીમાં  છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ છેલ્લા અઠવાડિયાથી થઈ રહેલા વરસાદને કારણે ફરીથી વડિયા ગામનો સુરવો ડેમ ફરીથી ભરાઈ ગયો છે. ત્યારે રેડિયો ઓપરેટર દ્વારા નદીના પટમાં ન જવા માટે સ્થાનિકોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ નીચાણવાસમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

 નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે. અમરેલી તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે શ્રીકાર વર્ષા થઈ છે. અમરેલી   જિલ્લાના વડીયા ગામમાં આ વખતે સારા વરસાદને કારણે જિલ્લાની વિવિધ નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે 

(9:33 pm IST)