Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જન્માષ્ટમી પર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા આવશે : જગત મંદિરે દર્શન કરી શીશ ઝુકાવશે

જન્માષ્ટમી પર્વે જગતમંદિરે કૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણીના અવસરે મુખ્યમંત્રીની પધરામણી : તંત્ર દ્વારા તડામાર તૈયારી

જામનગર : જન્માષ્ટમી પર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ  દ્વારકા આવી રહ્યાં છે તેમ આધારભૂત સુત્રોમાંથી જાણવા મળે છે, મુખ્યમંત્રી કૃષ્ણ જન્મોત્સવના અવસરે જગત મંદિરે દર્શન કરી શીશ ઝુકાવશે

જન્માષ્ટમી પર્વે જગતમંદિરે કૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણીના અવસરે મુખ્યમંત્રીની પધરામણીથશે  તંત્ર દ્વારા તડામાર તૈયારી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે

(6:57 pm IST)