Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ભાવનગરમાં કાલે દહીંહાંડીનો કાર્યક્રમ યોજાશે : મહારાષ્ટ્રનાં ૧૫૦ થી વધુ ગોવિંદાઓ આવશે

પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી રંગે ચંગે ઉજવણી કરાશે

ભાવનગર : શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર નંદોત્સવ સમિતિ દ્વારા ભાવનગરમાં પશ્ચિમના વિવિધ વિસ્તારોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે.

કોરોના સમયગાળા બાદ પ્રથમવાર યોજાઈ રહેલા દહીં- હાંડીના કાર્યક્રમ માટે મહારાષ્ટ્રનાં ૧૫૦ થી વધુ ગોવિંદાઓ ભાવનગરમાં આવી રહ્યાં છે.
ભાવનગર શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે એટલે કે તા.૧૯-૦૮-૨૦૨૨નાં રોજ કાળીયાબીડ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે,  શીતળા માતાના મંદિર પાછળ બાનુબેનની વાડી ખાતે બપોરે ૧૨:૦૦ કલાકે, કુંભારવાડા અક્ષર પાર્ક ખાતે બપોરે ૧:૦૦ કલાકે, મહાત્મા ગાંધી સરકારી નિશાળ હાદાનગર ખાતે બપોરે ૩:૦૦ કલાકે, ધનજીભાઈ ચોક, ફુલસર ખાતે સાંજે ૫:૦૦ કલાકે અને બાલવાટિકા પાસેનો પોપડો, બોરતળાવ ખાતે સાંજે ૭:૦૦ કલાકે ભવ્યાતી ભવ્ય નંદોત્સવ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે શિક્ષણ મંત્રીએ ભાવેણાવાસીઓને અનુરોધ કર્યો છે.

(6:53 pm IST)