Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

દેવભૂમિ જિલ્લામાં વધુ ત્રણ પો.સ.ઇ.ની બદલી કરાઇ

ખંભાળીયા તા. ૧૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાશ્રી નીતેશકુમાર પાંડે દ્વારા વધુ ત્રણ પો.સ.ઇ.ની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
હજુ હમણાં જ વાડીનાર પો.સ.ઇ. તરીકે મુકાયેલા કવિતાબેન ઠાકરીયાને વાડીનારથી કલ્‍યાણપુર તરીકે મુકાયા છે. જ્‍યારે અગાઉ ભાણવડના નિકુંજ જોશી અને દ્વારકાના લીવ રીઝર્વમાં મુકાયેલા તે પછી વધુ એક કલ્‍યાણપુરના  એફ.બી.ગગનીયાને પણ લીવ રીઝર્વમાં મુકવામાં આવ્‍યા છે. જ્‍યારે ખંભાળીયાના આર.એ.નાયડાને ખંભાળીયા ઉપરાંત વાડીનારનો ચાર્જ પણ સોંપાયો છે.
બે નવા પો.ઇ. હાજર થયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ નવા ત્રણ પો.ઇ. મુકાયા હતા તે પછી ગઇકાલે વધુ બે પો.ઇ. ટી.સી.પટેલ તથા એચ.જી.દેસાઇ દ્વારકા જિલ્લામાં હાજર થયા છે.

 

(1:38 pm IST)