Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જામનગર- જીલ્લામાં જુગારના ૬ દરોડાઃ ૭ મહિલા સહિત ૩૫ ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: જામનગર-જીલ્લામાં ૬ જગ્‍યાએ દરોડા પાડીને ૭ મહિલા સહિત ૩૫ને જુગાર રમતા ઝડપી પાડયા છે.
સમાણા ગામે
શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કૃણાલભાઈ ઘનશ્‍યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે,  સમાણા ગામમાં પટેલ સમાજની બાજુમાં આવેલ મગનભાઈ જાદવજીભાઈ વાદીના મકાનની બહાર ગલીમાં આરોપીઓ પ્રવિણભાઈ વાલાભાઈ મકવાણા, કલ્‍પેશભાઈ રાજાભાઈ મકવાણા, મોહનભાઈ ગેલાભાઈ મકવાણા, જેઠાભાઈ પુંજાભાઈ ભાંભી, રાજાભાઈ સુરાભાઈ મકવાણા, વિમલભાઈ જીવાભાઈ મકવાણા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૩૭૦/-ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે
રામેશ્‍વરનગર
અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરસિંહ રણજીતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  ધરારનગર-૧, ગરબીચોકમાં આરોપીઓ ધીરૂભાઈ નાગજીભાઈ કરીર, નાશીર અબ્‍બાસભાઈ કશીરી, પૃથ્‍વીરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહ રામસિંહ જાડેજા, દાઉદ રજાકભાઈ મકરાણી, રવિરાજસિંહ રાજેન્‍દ્રસિંહ જાડેજા, ભરત ઉર્ફે ભાવેશ રમેશભાઈ મંડલી, વિપુલ રાજુભાઈ ચૌહાણ, જયેશભાઈ ચતુરભાઈ રોજાસરા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧ર૪૦/-ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે
ગીંગણી ગામે
જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજવીરસિંહ જગદીશસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ગીંગણી ગામે રહેતા નાનજીભાઈ મુળજીભાઈ મકવાણાના ઘરની આગળ આવેલ શેરીમાં ખુલ્લા પટ્ટામાં આરોપીઓ નાનજીભાઈ મુળજીભાઈ મકવાણા, રસિકભાઈ રામજીભાઈ વારસંકીયા, રાજેશભાઈ પુનાભાઈ વારસંકીયા, પરબતભાઈ હમિરભાઈ મકવાણા, સુભાષભાઈ કેશવભાઈ વારસંકીયા ભાવેશભાઈ અમરશીભાઈ મકવાણા, કિરીટભાઈ પરબતભાઈ ચૌહાણ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧પ,ર૩૦/-તથા મોબાઈલ નંગ-૬, કિંમત રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૪પ,ર૩૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે
સરદારનગર આવાસમાં
અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શીવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, સરદારનગર, આવાસના પાંચમા માળે લોબીમાં આરોપીઓ સુરેશભાઈ હરીભાઈ ભંડેરી, વિરલભાઈ નરશીભાઈ ગોહિલ, નિરાલીબેન વિરલભાઈ નરશીભાઈ ગોહિલ, રમાબેન બાબુભાઈ આસોરા, પુનમબેન હરીશભાઈ આસોરા, હીનાબેન દિલીપભાઈ વોરા, હંસાબેન ખીમજીભાઈ બાહકીયા, જાસ્‍મીનબેન સુરેશભાઈ ભંડેરી, રોશનબેન હુશેનભાઈ મુરીમા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧,૭૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે
રણજીતસાગર ડેમ
પંચ બી  પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર ડેમ પાસે જામ રણજીતસિંહ પાર્કની પાછળ બાવળની ઝાડીમાં આરોપીઓ ભુપેન્‍દ્રસિીંગ ઘુમાનસિંગ લોદી, તુલશીરામ રજજુ અહીરવાર, કમલેશ નન્‍હેભાઈ અહીરવાર, ગોવિન્‍દસીંગ મલખાનસીંગ, પુષ્‍પેન્‍દ્ર રતીરામ અહીરવાર, સંતદેવલ સુબેરદાર કુસ્‍વાહા, દીપચંદ ભગ્‍ગુ આહીરવાર એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧,૧ર૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે
કર્મચારીનગરમાં
પંચ બી  પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર -રાજકોટ બાયપાસ રોડ, લાલપુર ચોકડી પાસે, કર્મચારીનગરમાં રોડ ઉપર સ્‍ટ્રીટ લાઈટના આજવાળે આરોપીઓ  વિજયસિંહ અજીતસિંહ સોલંકી, જયરાજસિંહ રાસુભા ભટ્ટી, ક્રિપાલસિંહ ભોલુભા કંચવા, રાજેન્‍દ્રસિંહ ગોવિંદસિંહ જાડેજા, મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુ્રગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧ર,૩૦૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
વર્લીમટકાના આંકડા લખતો શખ્‍સ ઝડપાયો
કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રવિન્‍દ્રસિંહ રાજનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નીકાવા ગામે બસ સ્‍ટેન્‍ડ સામે ચામુંડા નામની દુકાન પાસે આરોપી દિપકભાઈ બટુકભાઈ ઉર્ફે જેન્‍તીભાઈ વાઘેલાએ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.પ૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
ધુતારપર ગામે દુકાનમાં હાથફેરો કરતા તસ્‍કરો
રાજકોટના જામનગર હાઈવે, ઘંટેશ્‍વર વ્રજભુમી એવન્‍યુ ફલેટ નં.૧૦૧માં રહેતા મનીષભાઈ અશોકભાઈ મીસણ, ઉ.વ.૩૮ એ પંચ ભએભ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, ધુતારપર ગામે ફરીયાદી મનીષભાઈ તથા સાહેદની દુકાનનું અજાણ્‍યા ચાર ઈસમોએ શોટ તોડી દુકાનમાં પ્રવેશ કરી શટર તથા દરવાજાનો કાચ તોડી નુકશાન કરી દુકાન અંદરથી ચાંદીના દાગીના આશરે ૩ કિલો પ૯૦ ગ્રામના કિંમત રૂ.૧,૭પ,પ૦૦/- ની ચોરી કરી તેમજ સાહેદ રસીકભાઈ વડેચાની દુકાન તોડી દુકાન માંથી આશરે આઠેક હજારની કિંમતના જીન્‍સ/ટીશર્ટ વિગેરે કપડાની ચોરી કરી તેમજ સાહેદ નરેશભાઈ રાઠોડના ફળીયામાં પ્રવેશી ફળીયામાં રાખેલ સ્‍પેન્‍ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-બી.પી.-૩૭પપ જેની કિંમત રૂ.૧૦,૦૦૦/- ની ચોરી કરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી કુલ રૂ.૧,૯૩,પ૦૦/- ની માલમતાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
ઈંગ્‍લીશ દારૂની બે બોટલ સાથે શખ્‍સ ઝડપાયો : એક ફરાર
અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હરપાલસિંહ ભરતસિંહ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે,  જામનગરના ગોકુલનગર, રડાર રોડ, સતવારા સમાજની વાડી પાસે આરોપીઓ સંજયભાઈ રમેશભાઈ વાઘેલા,એ પોતાના કબ્‍જાની મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦ સી.એ.-૯૮ર૪, કિંમત રૂ.ર૦,૦૦૦/- માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.ર૧,૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. દારૂ પુરો પાડનાર આરોપી  દિપક દયાળભાઈ ચૌહાણ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:37 pm IST)