Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

દ્વારકા જિલ્લામાં પોણોથી એક ઇંચ વરસાદ

વધુ એક ડેમ છલકાની તૈયારી

ખંભાળિયા, તા. ૧૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં ગઇકાલે પોણાથી એક ઇંચ જેટલો વ્‍યાપક વરસાદ પડયો હતો.
આજે સવારે છેલ્લા ૧૪ કલાકમાં જોઇએ તો દ્વારકામાં એક ઇંચ, ખંભાળિયામાં પોણો ઇંચ કલ્‍યાણપુરમાં પોણો ઇંચ તથા ભાણવડમાં સવા ઇંચ જેટલો વરસાદ પડયો છે. સતત વરસાદને કારણે ચાલુ વર્ષ મોસમનો કુલ વરસાદ દ્વારકાનો ૧૪૦ ટકા થવા પામ્‍યો છે. જયારે ખંભાળિયાનો ૧૩પ ટકા થયો છે. આજે સવારથી પણ વરસાદી વાતાવરણ છે. દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વર્તુ-૧ તથા કંડોરણા ડેમ ઓવરફલોર થયા તે પછી ભાણવડ પાસેનો કળટકા ડેમ પણ ૯૮ ટકા ભરાઇ જતા તે પણ છલકાવાની તૈયારીમાં પહોંચી ગયો છે.

 

(1:34 pm IST)