Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સોમનાથમાં શ્રાવણ માસમાં અનેક કાર્યક્રમોનું આયોજન

શિવ સંઘ્‍યા, હાસ્‍ય દરબાર, ડાડીયા તાલી રાસ સહીતના ૯ કાર્યક્રમો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૮: સોમનાથમાં શ્રાવણ માસમાં તા.ર૦/૮ થી તા.ર૭/૮ સુધી શિવ સંઘ્‍યા, હાસ્‍ય દરબાર, ડાંડીયા તાલી રાસ, મેલડી માતાજીનો સત્‍સંગ સહીતના ૯ કાર્યક્રમોનું ભવ્‍ય આયોજન થયેલ છે તેમાં અનેક કલાકારો સેવા આપશે.

સોમનાથ ટ્રસ્‍ટના સહકારથી પવિત્ર શ્રાવણ માસમાં દર વર્ષે અનેક કાર્યક્રમોનું આયોજન ગીર સોમનાથ મીડીયા સેન્‍ટર ડી.કે.ગુ્રપ દીપક કકકડ દ્રારા આયોજીત કરાઈ છે શિવભકતો જયાંથી પ્રવેશ કરે છે ત્‍યાં ચોપાટી ગ્રાઉન્‍ડમાં વિશાળ ડોમ બાંધવામાં આવેલ છે તેમાં અધતન સાઉન્‍ડ સીસ્‍ટમ, સોફા સહીતની બેઠક વ્‍યવસ્‍થા તેમજ ભવ્‍ય સ્‍ટેજ બાંધવામાં આવેલ છે જયાં તા.ર૦/૮ થી તા.ર૭/૮ સુધી ૯ કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે જેમાં (૧) તા.ર૦/૮/રર શનિવાર રાજુભાઈ ભટ એન્‍ડ ગુ્રપ જુનાગઢ (ર) તા.ર૧/૮/રર કીર્તીબેનઅખીયાએન્‍ડ ગુ્રપ વેરાવળ (૩) તા.રર/૮/રર ને સોમવાર રોટરી સીમ્‍ફની તેજસ વ્‍યાસ વોઈફ ઓફ ગીર સોમનાથ (૪) તા.ર૩/૮/રર મંગળવાર દીનેશભાઈ ચુડસામા રાજ મ્‍યુઝીક ગુ્રપ વેરાવળ (પ) તા.ર૪/૮/રર બુધવાર અરવિંદભાઈ રામભાઈ રાવળ ચોગઠવાળા ભાવનગર (૬) તા.રપ/૮/રર ગુરૂવાર જીતુભાઈ દ્રારકાવાળા નો હાસ્‍ય દરબાર (૭) તા.ર૬/૮/રર શુક્રવાર શિવ સંઘ્‍યા હેમત જોષી,અલ્‍પાબેન ગૌસ્‍વામી રાજકોટ દરેક કાર્યક્રમો રાત્રે ૯ કલાકે યોજાશે તેમજ તા.ર૩/૮/રર મંગળવાર સાંજે ૬ કલાકે મેલડી માતાજીનો સત્‍સંગ માં ગુ્રપ વેરાવળ  તેમજ તા.ર૭/૮/રર શનિવાર સાંજે ૬ કલાકે અર્વાચીન દાંડીયા તાલીરાસ હરીફાઈ શિવા બીટસ ભીખુભાઈ અખીયા,જયેશભાઈ અખીયા ગુ્રપ દ્રારા યોજાશે.

સોમનાથ ટ્રસ્‍ટના સંપુર્ણ સહકારથી  કાર્યક્રમો યોજવામાં આવે છે તેમાં કલાકારોને ટ્રસ્‍ટની પ્રસાદી ભેટ રૂપે અપાય છે આ કાર્યક્રમમાં વિશેષ સહયોગી સોમનાથ વિસ્‍તારના અગ્રણીઓ મીલનભાઈ જોષી પ્રમુખ કેટરીગ એસો.બ્રહ્મસમાજ પ્રભાસપાટણ, રામભાઈ સોલંકી ઉપપ્રમુખ મોટા કોળી વાડા,પ્રવીણભાઈ ચૌહાણ ગુજરાત કરાટે કીટ માસ્‍ટર,વીપુલભાઈ રાજા લોહાણા સમાજ અગ્રણી સેવા આપી રહેલ છે.

તા.ર૦/૮ થી તા.ર૭/૮ ૯ કાર્યક્રમો સોમનાથ દાદાના સાંનિઘ્‍યામાં ચોપાટી ગ્રાઉન્‍ડમાં યોજાશે તેમાં કલાકારો દ્રારા સેવા આપવામાં આવશે તેમજ સમગ્ર વિસ્‍તારના શિવભકતો આ તમામ કાર્યક્રમો મોટી સંખ્‍યામાં લાભ લેવા અપીલ કરાયેલ છે.

(1:32 pm IST)