Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કાલે જુનાગઢના શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિરે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઉજવાશેઃ ધ્‍વજારોહણ હોમાત્‍મક લઘુ રૂદ્રયજ્ઞ

કૃષ્‍ણ જન્‍મોત્‍સવ કથા કિર્તન ભકિત અને રાત્રે જન્‍મોત્‍સવ આરતી વધામણા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :.. જુનાગઢ જવાહાર રોડ સ્‍થિત શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ખાતે આવતીકાલે જન્‍માષ્‍ટમી પર્વની ભવ્‍ય ઉજવણી કરવામાં આવનાર છે.

ચેરમેન દેવનંદસ્‍વામીના માર્ગદર્શન હેઠળ કોઠારી પ્રેમ સ્‍વરૂપદાસજી (નવાગઢ વાળા) તથા પી. પી. સ્‍વામી સહિતના સંતો અને હરિભકતો દ્વારા આ ઉજવણી અંગે તૈયારી કરવામાં આવી રહી છે. હાલમાં શ્રાવણ માસ દરમ્‍યાન વિશેષ કથા શિવપૂરાણ દરરોજ સાંજે ૪-૩૦ થી ૭ વાગ્‍યા સુધી શ્રી સરજુદાસાનંદ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.

જન્‍માષ્‍ટમીના પાવન પર્વે વહેલી સવારે સિધ્‍ધેશ્વર દાદાનો અભિષેક સવારે ૯ કલાકે ધ્‍વજાહોરણ, હોમાત્‍મક, લઘુરૂદ્રયજ્ઞ,  બપોરે ૧ર થી ૪ સુધી અને રાત્રે ૯.૩૦ થી ૧૦.૩૦ ભગવાન કૃષ્‍ણના જન્‍મોત્‍સવની કથા કિર્તન ભકિત રાસ-ગરબા અને રાત્રે ૧ર કલાકે કૃષ્‍ણજન્‍મોત્‍સવ આરતી અને કેક કાપવામામં આવશે બાદમાં સૌભકતોને પંજરીનો પ્રસાદ વિતરણ કરાશે તો આ અવસરે ધર્મપ્રેમી જનતાને લાભ લેવા કોઠારી પ્રેમસ્‍વરૂપદાસજી તથા પી. પી. સ્‍વામીએ નિમંત્રણ પાઠવ્‍યું છે.

(1:28 pm IST)