Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

પોરબંદર જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદને લીધે કલેકટર દ્વારા ૧૦ રસ્‍તાઓ બંધ કરાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ : જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદને કારણે અનેક રોડ ઉપર પાણી ફરી વળ્‍યા છે. જેને ધ્‍યાને લઇને કલેકટર દ્વારા સાવચેતી માટે ૧૦ રસ્‍તાઓ બંધ કરવા આદેશ આપ્‍યો છે.
જિલ્લા કલેકટર દ્વારા પોરબંદર તાલુકાના ૪ રસ્‍તાઓ, રાણાવાવ તાલુકાનો એક રસ્‍તો, કુતિયાણા તાલુકાના પાંચ રસ્‍તાઓ બંધ કરવામાં આવ્‍યા છે.
અતિવૃષ્‍ટિના કારણે પોરબંદરના જુના ભાદરપુલથી રાતિયા તરફ જતો રસ્‍તો, આદિત્‍યાણા બોરીયા બખરલા રોડ, પાતા શર્મા રોડ તેમજ કુતિયાણાનો માંડવા કુતિયાણા રોડ, પોરબંદરનો લડ ચીકાસા રોડ, કુતિયાણાનો એરડા પાદરડી રોડ, રાણાવાવનો છત્રાવા નેરાણા રોડ બંધ કરાયો છે.
કુતિયાણાના દેવડા વાંસજાળીયા રોડ, ધરશન રેવદ્રા કડેગી રોડ તથા ધરશન સમેગા ગઢવાના રોડ બંધ કરાયો છે.

 

(1:09 pm IST)