Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

આટકોટ એસ.પી.એસ. સંકુલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા.૧૮: જસદણ તાલુકાની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા સ્પેન પ્રા.લિ. સંચાલિત શ્રી સૌરાષ્ટ્ર પટેલ વિદ્યાલય, શ્રી સૌરાષ્ટ્ર પટેલ વિદ્યામંદિર, શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ, ર્નસિંગ વિભાગ, શાંતિનિકેતન સ્કૂલ, વિદ્યાનિકેતન સ્કૂલ માં અભ્યાસ કરતા કેજી થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત તિરંગાની આન, બાન અને સાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી.

 સમગ્ર કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના ડિરેકટર ડૉ.કમલેશભાઈ હિરપરાએ ધ્વજવંદન કરી તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવેલ.

એસ.પી.એસ ર્નસિંગ વિભાગના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ દ્વારા મિકસ ગરબા પ્રેઝન્ટ કરી તમામ શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથોસાથ સૌરાષ્ટ્ર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પિરામિડ, રિમિકસ ડાન્સ તેમજ નૃત્ય સાથે યોગા રજૂ કરી તમામ ને મંત્રમુગ્ધ કર્યા હતા, કોલેજ સ્ટાફ દ્વારા કલ્ચરલ ડ્રામા રજુ કરવામાં આવેલ હતો. શાંતિનિકેતન સ્કૂલની શિક્ષિકા આરતી કુમારીમેડમ દ્વારા દેશભકિતને લગતી સ્પીચ આપવામાં આવેલ હતી.

સતિષભાઈ હિરપરાએ બિઝનેસ અને એન્ટરપ્રેનીયોરશીપ ને લગતી માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી હતી.

સંચાલન તમામ ડિવિઝન હેડ તેમજ પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ ખોખર ગૌતમ અને સોલંકી દિલીપ દ્વારા કરવામાં આવેલ હતું. સંસ્થાના ડિરેકટર ડૉ. કમલેશભાઈ હિરપરા એ રાષ્ટ્રની આન બાન અને શાન જળવાઈ રહે તે માટે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને માહિતગાર કર્યા હતા. તેમજ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવેલ હતી. કાર્યક્રમના અંતે સામૂહિક ગરબા રમી મોં મીઠું કરી તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ જન્માષ્ટમી શુભેચ્છાઓ સાથે.(

(1:03 pm IST)