Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મોરબીમાં જુગાર રમતા પ પકડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૮ : મોરબી શહેરના કાણધ્રી વિસ્તારમાં સરાજાહેર નસીબ અજમાવતા ૫ જુગારીઓની મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી.

 પ્રાપ્ત વિગતો અનુસારમોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિગમાં હતી. એ સમયે કોસ્મો સિરામીક સામે કાણધ્રી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા વિજય ધરમશીભાઇ સાતોલા, વિજય પ્રેમજીભાઇ વાઘેલા, રણજીત પ્રેમજીભાઇ વાઘેલા, મેહુલ અમરશીભાઇ બારૈયા અને વિશાલ મુકેશભાઇ પટેલને રોકડા રૃા. રપ,પ૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(1:02 pm IST)