Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મોરબી જેલના ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડ ઝડપી લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૮ : મોરબીની સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલસીબી ટીમે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પો.હેડ.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, રામભાઇ મંઢને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી અનીલ ઉર્ફે દેવાભાઇ વીનુભાઇ બોરાણા મોરબી સબ જેલમાં કાચા કામનો આરોપી છે અને તે જેલ ખાતેથી વચગાળા જામીન પર છૂટી પરત હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. અને તે ચોટીલા હોવાની વિગતો મળી હતી. જેથી ઘટના સ્થળે દરોડા પાડીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ અને એલસીબી ટીમે ઝડપી લઈને મોરબી સબ જેલને સોંપવા તજવીજ કરી હતી.

આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા ભ્ત્ એન.બી.ડાભી, ભ્લ્ત્ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ સેલ તથા ખ્ણ્વ્શ્ મોરબીના સ્ટાફના માણસો જોડાયા હતા.

(1:47 pm IST)