Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ, અમરેલીમાં સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ

અમરેલી : શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ, અમરેલી દ્વારા આઝાદીના ૭૫માં સુવર્ણમહોત્‍સવ તથા દેશના ૭૬માં સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિતે જનરલ હોસ્‍પિટલ કેમ્‍પસમાં ધ્‍વજવંદનનો કાર્યક્રમ રખાયો હતો. ધ્‍વજવંદન શીતલ આઇસ્‍ક્રીમ, અમરેલી મેનેજીંગ ડાયરેકટર દિનેશભાઇ ભુવાના હસ્‍તે કરાયું હતું. મુખ્‍ય મહેમાન પદે શાંતાબા  ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી ગીરધરભાઇ ગજેરા તથા શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલ, અમરેલી ડાયરેકટર પીન્‍ટુભાઇ ધાનાણી, સુપ્રિટેન્‍ડેન્‍ટ ડો.આર.એમ.જીતિયા, આસિ. સુપ્રિટેન્‍ડેન્‍ટ ડો.શોભનાબેન મહેતા, સી.ડી.એમ., ઓ.ડો.હરેશ વાળા, ડો.એસ.બી.સતાણી તથા શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્‍પિટલનો મેડિકલ સ્‍ટાફ, નર્સીંગ, બ્‍લડ બેંક વિભાગ, રસોડા વિભાગ, લેબોરેટરી ટેકનીશીયન, સુપરવાઇઝર્સ, મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ, સિકયોરીટી વિભાગ વિગેરેએ રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી.

(1:01 pm IST)